GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ચોમાસામાં વધી જાય છે ફ્લુનો ખતરો, આ પાંચ ચીજવસ્તુઓથી વધારો રોગપ્રતિકારક શક્તિ

વરસાદની સીઝનમાં ફ્લુ અને સંકમણનો ખતરો વધી જાય છે. આવી ઋતુમાં ખાન-પાન ઉપર ધ્યાન દેવું ખુબ જ જરૂરી છે. કોઈપણ પ્રકારના સંક્રમણ કે વાયરસથી બચવા માટે ઈમ્યુન સીસ્ટમ મજબુત હોવી જરૂરી છે. તો આવી જાણીએ કે ડાયેટમાં કઈ ચીજવસ્તુઓનો સમાવેશ કરશો જેમાં તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય.

લેમન ગ્રાસ

લેમન ગ્રાસ નામના ઓષધીય છોડ વિશે તમે ભાગ્યે જ ક્યારેક સાંભળ્યું હશે. આ છોડનું તેલ ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદારૂપ માનવામાં આવે છે. વાયરલ ફિવર, ખાંસી, શરદીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે પેટ, આંતરડા અને યુરીનરી ટ્રેક્ટમાં ઈન્ફેક્શનમાં રાહત આપે છે.

આદુ

ઈમ્યુનને બુસ્ટ કરવામાં આદુ કોઈ ચમત્કારીક ઔષધીથી ઓછું નથી. તેમાં રહેલા માઈક્રોબિયલ અને એંટી ફંગલ તત્વ બોડીની ઈમ્યુન સીસ્ટમ માટે સારા છે. તમે શાકભાજી ઉપરાંત જ્યુસ, સુપ અને ચટણીમાં તેનો ઉપયોગ કરી શકો છો.

હળદર

હળદરમાં એન્ટી ઓક્સિડેંટના ગુણ ઈમ્યુનને દુરૂસ્ત કરવામાં કારગર સાબિત થાય છે. એક ચમચી કાળા મરીનું ચૂર્ણ, એક નાની ચમચી હળદરનું ચૂર્ણ અને એક ચમચી સુંઠ એટલે કે આદુના પાઉડરને એક કપ પાણીમાં નાંખીને ગરમ કરી લો. જ્યારે તે પાણી ઉકળ્યાં બાદ અડધુ થઈ જાય તો તેને ઠંડુ કરીને પીઓ.

તુલસી

તુલસીમાં એન્ટીબાયોટીક ગુણ છે. જે ઈમ્યુનીટીને મજબુત કરીને શરીરને વાયરસ સામે લડવાની તાકાત આપે છે. એક ચમચી લવિંગનો પાવડર અને દસથી પંદર તાજા તુલસીના પાન એક લિટર પાણીમાં ઉકાળો જ્યાં સુધી તે અડધા સુધી સૂકાય નહીં. તે પછી તેને ગાળી લો અને તેને ઠંડુ કરો અને દર કલાકે પીવો. તમને જલ્દી વાયરલ થતાં આરામ મળશે.

ધાણા

ધાણા સ્વાસ્થ્યથી ભરપુર છે, તેથી તે વાયરલ તાવ જેવી ઘણી બીમારીઓનો અંત લાવે છે. કોથમીર ચા વાયરલ તાવને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક દવા તરીકે કામ કરે છે. ચોમાસાની ઋતુમાં તમારે દરરોજ સવારે અને સાંજે ચા પીવી જોઈએ.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!