GSTV
Gujarat Government Advertisement

ચોમાસુ/ એક સપ્તાહમાં લગભગ અડધા દેશમાં પહોચ્યું ચોમાસુ, આ રાજ્યમાં બે દિવસ રેડ એલર્ટ

ચોમાસુ

Last Updated on June 11, 2021 by Damini Patel

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં ચોમાસું પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં પહોંચી જશે. આગામી બે દિવસમાં, તે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પહોંચી શકે છે. તેથી, વિભાગે દિલ્હીમાં ચોમાસાની અપેક્ષાથી વહેલા આગમનનું અનુમાન વ્યક્ત કર્યું છે, અત્રે ઉલ્લેખનિય છે કે સામાન્ય રીતે દિલ્હીમાં ચોમાસાનું આગમન જૂનના અંત સુધીમાં થાય છે.

વિભાગે જણાવ્યું કે ચોમાસું આજે ઓડિશા પહોંચી ગયું છે, રાજ્યમાં આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે અને આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે, આઇએમડી વૈજ્ઞાનિક આશિષ કુમારે કહ્યું કે એક અનુમામ છે કે ચોમાસું આગામી 48 કલાકમાં બિહારમાં પ્રવેશ કરશે. બિહારમાં યલો અને ઓરેન્જ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

સાત દિવસ પહેલા મધ્યપ્રદેશ પહોંચ્યું

વરસાદ

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુરૂવારે તેના સામાન્ય સમયથી સાત દિવસ પહેલા મધ્યપ્રદેશ પહોંચી ગયું. આઈએમડીએ જબલપુર અને શહડોલ વિભાગના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. હવામાન વિભાગ, ભોપાલના અગ્રણી હવામાન વૈજ્ઞાનિક પી.કે.સાહાએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં ભોપાલ, જબલપુર અને ગ્વાલિયર સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે.

સાહાએ કહ્યું, “ચોમાસાની ઉત્તરીય સીમા મધ્યપ્રદેશના બેતુલ અને માંડલા જિલ્લામાંથી પસાર થાય છે. આ સાથે જ ચોમાસુ રાજ્યના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. સામાન્ય રીતે ચોમાસું 17 મી જૂને મધ્યપ્રદેશમાં આવે છે. આ કદાચ પહેલી વાર છે જ્યારે તે સાત દિવસ વહેલું આવ્યું છે. શુક્રવારે સવાર સુધી ઓરેન્જ અને યલો ચેતવણી અમલમાં રહેશે.

વરસાદની આગાહી

મહારાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 15 ટીમો વિવિધ ભાગોમાં તૈનાત કરવામાં આવી છે. NDRFના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે રત્નાગિરિમાં ચાર ટીમો, સિંધુદુર્ગ, પાલઘર, રાયગઢ, થાણેમાં બે-બે ટીમો અને કુર્લા (પૂર્વ મુંબઇ ઉપનગર) માં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

7 બોલરો મળીને પણ તેને આઉટ ન કરી શક્યા, 36 વર્ષના આ ખેલાડીએ 66 મિનિટ રમીને સિદ્ધ કરી દીધી જીત

Pritesh Mehta

વસ્ત્રાપુરમાંથી ધોળે દિવસે થયેલા અપહરણનો ભેદ પોલીસે ગણતરીનાં કલાકોમાં ઉકેલ્યો, આરોપીને ઝડપી કાર્યવાહી કરી શરૂ

pratik shah

Travel Insurance શું છે? જો તમે કોઈ ટૂરની યોજના બનાવી લીધી છે અથવા રવાના થવાની તૈયારીમાં છો, તો જાણી લો કે આ શા માટે મહત્વપૂર્ણ છે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!