GSTV

Monsoon 2021 / આજથી રાજ્યમાં જામશે ચોમાસું, આગામી 5 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Last Updated on July 23, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજથી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

RAIN

અમદાવાદમાં આગામી ૩ દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવાર-શનિવારે નવસારી-વલસાડ-ડાંગ, રવિવારે સુરત-નવસારી-વલસાડ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-આણંદ-છોટા ઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર, સોમવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-પાટણ-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જો કે, અમદાવાદમાં આગામી ૩ દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૨.૯ અને હવામાં ભેજનું પ્રમાણ ૮૦% નોંધાયું હતું.

વરસાદ

ગુજરાતમાં હજુ સુધી મોસમનો સરેરાશ ૨૫.૭૬% વરસાદ નોંધાયો

ગુજરાતમાં હજુ સુધી ૮.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૨૫.૭૬% વરસાદ નોંધાયો છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો અત્યારસુધી કચ્છમાં ૪.૭૨ ઈંચ સાથે મોસમનો ૨૭.૦૪%, ઉત્તર ગુજરાતમાં ૫.૪૩ ઈંચ સાથે મોસમનો ૧૯.૨૮%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬.૯૬ ઈંચ સાથે મોસમનો ૨૧.૯૦%, સૌરાષ્ટ્રમાં ૬.૬૧ ઈંચ સાથે મોસમનો ૨૪.૦૪% અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૨૨ ઈંચ સાથે મોસમનો ૩૧.૬૮% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Good News/ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા બની માતા, પોતાના પહેલા બાળકને કર્યું વેલકમ; સોશિયલ મીડિયા પર શેર કરી ખબર

Damini Patel

IPL 2022, Mega Auction: અમદાવાદની ટીમનો કેપ્ટન બન્યો હાર્દિક પંડ્યા, લખનઉ ટીમનો કેપ્ટન રાહુલ, આટલા કરોડ મળ્યા

Pravin Makwana

શરમજનક હાર / સાઉથ આફ્રિકા સામે ભારતીય ખેલાડીઓ થયા ઢેર, ટેસ્ટ પછી વન-ડે સિરીઝ પણ ગુમાવી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!