GSTV

કેરળમાં દસ્તક દીધા બાદ હવે ચોમાસાએ આ દિશામાં ગતિ પકડી, દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વરસાદ

Last Updated on June 6, 2021 by Dhruv Brahmbhatt

કેરળમાં દસ્તક દીધા બાદ ચોમાસુ હવે ફુલસ્પીડે આગળવધી રહ્યું છે. રવિવારના રોજ ચોમાસુ સમગ્ર તમિલનાડુ, સમગ્ર કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાંક વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં આગળ વધ્યું છે. આ સાથે જ ચોમાસાએ સમગ્ર પૂર્વોતર રાજ્યોને પણ આવરી લીધા છે.

rain india

કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના કેટલાંક ભાગોમાં વરસી શકે ભારે વરસાદ

હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી હેઠળ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ મુજબ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, પૂર્વોતર રાજ્યો અને ઓડિશાના કેટલાંક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 96થી 104 ટકા વરસાદ વરસવાની સંભાવના છે. નૈઋત્યના ચોમાસાના કારણે અનેક રાજ્યોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે, 11 જૂન આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે જેના કારણે ચોમાસાને ભારતના આંતરિયાળ વિસ્તારોમાં આગળ વધવામાં મદદ મળશે.

mumbai rain

11 જૂન સુધીમાં મુંબઇમાં ચોમાસાનું આગમન થઇ જશે

બીજી બાજુ ચોમાસુ મુંબઇમાં પણ પહોંચવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે, 11 જૂન સુધીમાં મુંબઇમાં ચોમાસાનું આગમન થઇ જશે. તો બીજી તરફ મુંબઇમાં પ્રિમોનસૂન એક્ટિવિટી હેઠળ વરસાદ વરસ્યો હતો. શનિવારના રાત્રીએ મુંબઇના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતાં. બીજી બાજુ દિલ્હીમાં ગરમી વધી રહી છે. ત્યારે અહીં પણ 27 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari

કોરોનાની સુનામી/ 14 જ દિવસમાં 1 લાખથી 3 લાખે પહોંચ્યા કેસ, ત્રીજી લહેર પર નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!