GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

દુનિયાનું એક એવું શહેર જ્યા રહે છે માત્ર એક મહિલા, જે દર મહિને ભરે છે 35,000 હજાર રૂપિયાનો TAX

શું તમે વિશ્વાસ કરી શકો છોકે, કોઈ શહેરમાં એક જ માણસ રહેતો હોય? આ પૃથ્વી ઉપર એક એવું પણ શહેર છે જ્યા વસે છે માત્ર એક મહિલા.આ મહિલાની ઉંમર 84 વર્ષ છે. તેનું નામ એલ્સી એલર છે.

અને આ અમેરિકાનું મોનોવી નેબ્રાસ્કા શહેર છે. જે અમેરિકામાં સૌથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં આવે છે. એલ્સી આ શહેરની દેખરેખ પણ પોતેજ રાખે છે. એલસી નથી ઈચ્છતી કે આ શહેર ભૂતિયા શહેર તરીકે ઓળખાય માટે તે વર્ષોથી અહીં એકલી જ વસવાટ કરે છે.

તે શહેરના પાણી અને વીજળીનો 500 ડોલર (લગભગ 35000 રૂપિયા)નો ટેક્સ પણ ભરે છે. સરકાર તરફથી પબ્લિક પ્લેસની સારસંભાળ માટે મળતી રકમનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તે પણ એલ્સી જ નકકી કરે છે.

 કેમકે શહેરની એક માત્ર નાગરિક એલ્સી મેયર પણ તે જ છે અને કલાર્ક અને ઓફિસર પણ પોતે જ છે. એવું નથી કે દેશમાં પહેલાંથી કોઈ રહેતું જ નથી.

1930માં આ શહેરની વસ્તી 150 લોકોની હતી. આ 150 લોકો માટે અહીં ત્રણ ગ્રોસરી સ્ટોર્સ, ઘણા રેસ્ટોરન્ટ, પોસ્ટઓફિસ અને જેલ પણ હતી. શહેરની પાસે રેલ સુવિધા પણ હતી. એલ્સી હવે એક ધર્મશાળા ચલાવે છે, જેમાં મોનોવીમાં આવતા ટુરિસ્ટો માટે પાણી, ચા અને નાસ્તાની સુવિધા મળે છે.

એલ્સી આ શહેરમાં જ જન્મેલી છે. મોટી પણ અહી જ થઈ છે. 19 વર્ષની ઉંમરે જ તેનાં સ્કૂલનાં દોસ્ત સાથે લગ્ન કર્યા હતા. સ્કૂલમાંથી નીકળ્યા બાદ તેણે એરફોર્સ જોઈન કર્યુ હતુ. ધીમે ધીમે શહેર ખાલી થતુ ગયુ. ઘટતી આબાદીને પગલે અહીં ગ્રોસરી સ્ટોર્સ,પોસ્ટઓફિસ અને સ્કૂલો બંધ થઈ ગઈ હતી.

એલ્સીનાં બંને બાળકો પણ અભ્યાસઅર્થે શહેરથી બહાર ચાલ્યા ગયા હતા.વર્ષ 2004માં પતિનાં મોત બાદ એલ્સી એકલી જ શહેરમાં રહી ગઈ હતી. એલ્સીનાં સાત પૌત્ર-પૌત્રીઓ છે, પરંતુ તેને આ શહેરમાં જ રહેવું પસંદ પડે છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!