GSTV
Home » News » હિમાચલના 11 જિલ્લાઓમાં વાંદરાઓ વર્મીન જાહેર, મારવા પર મળશે આટલા રૂપિયા

હિમાચલના 11 જિલ્લાઓમાં વાંદરાઓ વર્મીન જાહેર, મારવા પર મળશે આટલા રૂપિયા

અડધાથી વઘુ હિમાચલમાં વાંદરાઓ મારવા પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે હિમાચલમાં સામાન્ય માણસો માટે મુશ્કેલી બની ચુકેલા વાંદરાને પ્રદેશની કુલ 169માંથી 91માં વર્મીન ઘોષિત કરવામાં આવ્યા છે.

કેન્દ્રએ તેની જાહેરાત પણ બહાર પાડી દીધી છે, 21 ફેબ્રુઆરી 2020 સુધી વાંદરાઓને મારવાની પરવાનગી રહેશે. 11 જીલ્લામાં સૌથી વધું શિમલા અને કંડલાના 15 તાલુકામાં વાંદરાઓને વર્મીન ઘોષિત કરવામાં આવ્યા છે.

હિમાચલમાં વાંદરાઓના કારણે ગામમાં ખેતીના પાકને નુકશાન અને શહેરોમાં લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. આ પહેલા વાંદરાઓને શિમલા નગર નિગમ અને 38 તાલુકાઓમાં વાર્મીન ઘોષિત કરવામાં આવ્યા હતા જેમાં 20 ડિસેમ્બર, 2018એ તેમને મારવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

આ વિસ્તારોમાં વાંદરાઓ વર્મીન જાહેર

કેન્દ્રના સૂચના અનુસાર ચંબાના ચુરાહ, ભરમૌર, ડેલહાઉસી, ભટિયાત, સિહુંતા અને ચંબા તાલુકા/સબ તાલુકામાં વાર્મીન જાહેર કરવામાં આવ્યા છે. કાંગડા નગરના કસ્બા કોટલા, જસ્વાં, દહરા ગોપીપુર, ખુંડિયા, જયસિંહપુર, બેજનાથ , ધર્મશાળા, શાહપુર, નૂરપુર,ઈન્દોર, ફતેહપુર, જગાલા, કાંગરા, પાલમપુર અને બડોહ, બિલાસપુરના ઝુડૂતા, ભરાડી,ધુમારવી , નયના દેવી, બિલાસપુર સદર અને નમ્હોલ, ઉનાના ભરવાઈ, એમ્બ, ઉના, હરોલી અને બંગાણા, શિમલાનું સુન્ની, ઠિયોગ,કોટખાઈ, કુમારસેન, ચૌપાલ, રોહરુ, જુબ્બલ, ચિરગાવ, કુપવી, નનખડી, ટિક્કર, જુન્ગા, શિમલા ગ્રામિણ, રામપુર અને નેરવાનો શમાવેશ થાય છે.

વાંદરાને મારવા પર 500 રૂપિયા આપશે સરકાર

ગયા બે વર્ષથી શિમલા અને 38 તાલુકામાં વાંદરાને વાર્મિન ઘોષિત કરવા માટે કેન્દ્ર પાસે માંગ કરવામાં આવી હતી. કેન્દ્રએ વર્મીન ઘોષિત પણ કર્યા પરંતુ બે વર્ષમાં ફક્ત પાંચ વાંદરા જ મારી શકાયા.

હવે વાંદરા માર્યા બાદ મારવા વાળા સ્થાનીક વન અધિકારીને સુચના આપવી પડશે જ્યાર બાગ તે શવને પોતાના કબજે કરીને નક્કી કર્યા અનુસાર તેનો અંતિમ સંસ્કાર કરશે અને 500 રૂપિયા આપવા માટે પ્રક્રિયા શરૂ કરશે.

Read Also

Related posts

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

ક્રિકેટમાં વિશ્વ વિજેતા બન્યા પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આવી રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!