GSTV

VIDEO: વાંદરાઓ પણ સ્માર્ટ બન્યા, કૂદાકૂદથી કંટાળેલા કપિરાજે ટિકિટ લીધા વગર મેટ્રોમાં મુસાફરી કરી

Last Updated on June 20, 2021 by Pravin Makwana

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હાલના દિવસોમાં વાંદરાઓ ધમાચકડી મચાવી છે. રેલ્વે સ્ટેશનથી લઈને મેટ્રો સ્ટેશન સુધી આ વાંદરાઓ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યુ છે. ત્યારે સામાન્ય જનતા પણ આ કપિરાજથી ભારે પરેશાન થયા છે. હવે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાંદરો મેટ્રોમાં મુસાફરી કરતો દેખાયો હતો. એટલે કે, હવે મેટ્રોમાં પણ બળજબરી ઘૂસી રહ્યા છે વાનર. વાયરલ થયેલા આ વીડિયોમાં મેટ્રોમાં વાનર મુસાફરોની સાથે પ્રવાસની મજા માણી રહ્યુ છે. આજૂબાજૂમાં ઊભેલા લોકો ચૂપચાપ પોતાની જગ્યા પર બેઠેલા દેખાયા હતા.

આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે. મેટ્રોમાં સવાર વાનર પહેલા તો આરામથી અહીં તહીં લટાર મારતા દેખાયા. જેવો મેટ્રોનો દરવાજો ખુલ્યો કે, ધડામ કરીને અંદર ઘૂસ્યા. અંદર જઈને મેટ્રોના દર્શન કર્યા.

જો કે, સારી બાબત એ છે કે, મેટ્રોમાં સવાર લોકો પણ તેનાથી જરાં પરેશાન થયા હતા કે, ન તો વાનરને પણ તકલીપ પડી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, મેટ્રોમાં બેઠેલો આ વાનર આનંદ વિહારથી દ્વારકા તરફ જવા નિકળ્યો હતો.

READ ALSO

Related posts

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!