મિત્રો, જ્યારથી સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારથી દરેક નાની મોટી ખબર થોડા સમયમા જ આખા જગતમા વાઇરલ થવા લાગે છે. પછી તે કોઈ રાજકારણ સાથે જોડાયેલી ખબરો હોય કે પછી રમૂજના વિડીયો હોય પળભરમા જ તે લોકોના ઘરે પહોંચતા થઇ જાય છે ત્યારે આજે આ લેખમા અમે તમને એક આવી જ રસપ્રદ અને આશ્ચર્યજનક ખબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ કઈ છે આ બાબત?
હાલ, ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાથી એક ખુબ જ આશ્ચર્યજનક ખબર સામે આવી છે. ખબર કઈક એવી છે કે, એક વાંદરાએ બાઈક ચલાવતા યુવકનુ ધ્યાન ના પડે તેમ બાઈક પર પડેલુ પૈસાનું બેગ ચીલઝડપ કરી લીધું અને આ બેગ લઈને તે વૃક્ષ પર ચડી ગયો. અહીં બીજી તરફ આ યુવક પોતાના બાઈક પર પડેલું બેગ ના મળવાના કારણે ખુબ જ પરેશાન થઇ ગયો.

યુવકના ત્રણ લાખ રૂપિયા થયા ગાયબ :
ઘટના કઈક એવી બની કે, સાંડી થાણામા લેખપાલથી મળવા આવેલ યુવકની બાઈકની ડિક્કીમા ત્રણ લાખ રૂપિયા પડેલા હતા. બાઇકમા પડેલું આ ત્રણ લાખનુ બેગ એક વાંદરો ડિક્કી ખોલીને લઇ ગયો અને ઝાડવા પાર ચડીને ઉછળકુદ કરવા લાગ્યો. જ્યારે આ થાણાના હોમગાર્ડની નજરમા રૂપિયા નીચે પડેલા દેખાયા એટલે તેમણે તુરંત જ આ પરેશાન યુવકનો સંપર્ક કર્યો અને તેને સમગ્ર ઘટના અંગેની માહિતી આપી.
સાંડી થાણા વિસ્તારના બમ્હટાપૂરના નિવાસી આશિષ સિંહ ઉર્ફે ડબ્બુને એક જમીન સંબંધિત કામ હતુ, જે અંતર્ગત તે પોતાની સાથે ત્રણ લાખ રૂપિયા લઈને આવ્યો હતો. આ પૈસા તેની બાઈકની ડિક્કીમાં પડેલા હતા. અહીં આવીને તેણે લેખપાલ સાથે પણ મુલાકાત કરવાની હતી. આ માટે જ તેણે ફોનમા જ્યારે લેખપાલ સાથે ચર્ચા કરી ત્યારે તેમણે તેને સાંડી થાણા પાસે આવીને મુલાકાત કરવાનું કહ્યું હતુ.
યુવક જયારે પોતાના કામ પુરા કરવા માટે થાણા પર પહોંચ્યો અને થાણાની બહાર પોતાની બાઈક પાર્ક કરી. આ સમયે વાંદરાની નજર આ બાઈક પર પડી અને તેને ખબર નહિ શું મસ્તી સૂઝી કે, તે ઝાડ પરથી તુરંત જ નીચે કૂદકો મારીને આ બાઈક પાસે ગયો અને આ બાઈકની ડિક્કી ખોલીને તેની અંડર પડેલ બેગ ઉપાડીને પાછો ઝાડ પર ચડી ગયો.

હોમગાર્ડે આપી ઈમાનદારીની મિસાલ :
જ્યારે આશિષ પોતાનુ કામ પતાવીને થાણાની બહાર નીકળ્યો ત્યારે તેણે જોયું કે, બાઈકની ડિક્કી ખુલી હતી અને બાઇકમાંથી બેગ ગાયબ હતુ. આ જોઈને આશિષ થોડા સમય માટે હક્કા-બક્કા થઇ ગયો અને તે બેગ ને આમ-તેમ ગોતવા લાગ્યો. એટલામા જ ઝાડ ઉપરથી વાંદરાઓની ઉછળકુદ સાથે પૈસાનો પણ વરસાદ થવા લાગ્યો ને તેના પર ત્યાંના હોમગાર્ડ અખિલેન્દ્ર નજર પડી.
વૃક્ષ પરથી થઇ રહેલો આ પૈસાનો વરસાદ જોઈને આ અંગેની સંપૂર્ણ માહિતી તુરંત જ ત્યાના આસપાસના પોલીસ કર્મચારીઓને આપવામા આવી અને પોલીસ કર્મચારીઓ દ્વારા આ અંગેની માહિતી આશિષને આપવામાં આવી.ત્યારબાદ થાણા અધ્યક્ષ વીરેન્દ્રસિંહ ની હાજરીમા પુરા પૈસા આશિષને ફરી પાછા સોંપવામા આવ્યા. થાણા અધ્યક્ષે વિશેષમા એવી ટિપ્પણી પણ કરી કે, આ હોમગાર્ડ પુરી ઈમાનદારી દેખાડી છે અને તેના બદલ તેને અવશ્ય સન્માનિત કરવામાં આવશે. ખરેખર, આ ઉપરોક્ત કિસ્સો જણાવે છે કે, હજુ પણ લોકોમા માનવતા અને ઈમાનદારી જેવા ગુણો જીવતા છે.