GSTV
Ajab Gajab Trending

નોટોનો વરસાદ/ જયારે વાંદરાએ વરસાવી 500-500ની નોટ, કારનામુ જોઈ વકીલ સાહેલ થઇ ગઈ પરેશાન

નોટો

યુપીના રામપુરમાંથી એક હેરાન કરવા વાળો કિસ્સો સામે આવ્યો છે. અચાનક એક ઝાડથી નોટ વરસવા લાગી. નીચે હાજર લોકો આ ઘટનાને જોઈ ચોકી ગયા. પરંતુ જેમ એમની નજર ઝાડ પર પડી તો આખો કિસ્સો સ્પષ્ટ થઇ ગયો. વાંદરો ઝાડ પરથી નીચે નોટોનો વરસાદ કરી રહ્યો હતો. રામપુરાના શાહબાદ તહસીલ પરિસરમાં એક વકીલે સ્ટાપ ખરીદવા માટે નોટોનું બેગ લઇને આવ્યો હતો. પરંતુ અચાનક વાંદરાએ બેગ ઝડપી લીધું.

2 લાખ રૂપિયાથી ભરેલા બેગને લઇ એક ઝાડ પર ચઢેલો રહ્યો. ખાવાનું સામાન તપાસવાના ચક્કરમાં વાંદરાએ નોટ બહાર ફેંકવાનું શરુ કરી દીધું. વાંદરો એક હાથમાં નોટનું બેગ લઇ બેસેલો હતો ત્યાં જ બીજા હાથથી નોટોનો વરસાદ કરવા લાગ્યો હતો. ત્યાં જ નીચે ઉભેલા વકીલ તે જોઈ પરેશાન થઇ રહ્યા હતા. તેમણે અંદરના હાથથી બેગ લેવાની ખુબ કોશિશ કરી પરંતુ લગભગ અડધા કલાક સુધી આ ચાલતું રહ્યું.

વાંદરાએ ઝાડ પરથી નોટોનો વરસાદ કર્યો

ઘણા પ્રયત્નો પછી વકીલને નોટ મળી શકી. સદનસીબે વાંદરાએ માત્ર 9 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું. બાકીની રકમ સલામત રીતે વકીલને પરત મળી. જણાવવામાં આવી રહ્યું છે કે અબ્દુલ રહેમાન વિનોદ બાબુ નામનો વકીલ સ્ટેમ્પ ખરીદવા સ્ટેમ્પ વેન્ડર પાસે પહોંચ્યો હતો. તે જ સમયે, એક વાંદરાએ ત્યાં વકીલના હાથમાંથી નોટોની થેલી છીનવી લીધી. 2 લાખ રૂપિયા ભરેલી બેગ સાથે વાંદરો રફુચક્કર થઇ ગયો.

વકીલ પાસેથી બેગ છીનવીને વાંદરો રફુચક્કર થઈ ગયો

વકીલ કંઈક સમજી શકે ત્યાં સુધીમાં વાંદરો ઝાડ પર ચી ગયો હતો. આ ઘટના જોઈને લોકોનું ટોળું ત્યાં એકત્ર થઈ ગયું. વાંદરાના હાથમાંથી બેગ મેળવવા માટે દરેક વ્યક્તિએ ખૂબ પ્રયત્ન કર્યો. પણ વાંદરો થેલો આપવા તૈયાર ન હતો. વાંદરો થેલીમાંથી નોટ ફેંકી રહ્યો હતો. આ દરમિયાન કેટલીક નોટ છત પર પડી હતી જ્યારે કેટલીક નોટ નીચે પડી હતી. કલાકોની મહેનત બાદ વાંદરાએ નોટોની થેલી નીચે ફેંકી દીધી. ત્યાં સુધીમાં ઘણી નોટો ઉડી ગઈ હતી. જ્યારે બેગ તપાસી ત્યારે 9 હજાર રૂપિયા ઓછા હતા. સાંજ સુધી લોકો સાથે વકીલો નોટો શોધતા રહ્યા.

Read Also

Related posts

શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો

Padma Patel

અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ

Padma Patel

સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા

Padma Patel
GSTV