GSTV
Home » News » વાંદરાની દાઢી બનાવતો વીડિયો થયો વાયરલ

વાંદરાની દાઢી બનાવતો વીડિયો થયો વાયરલ

એક વાંદરાની દાઢી કરતા એક શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે, આ વીડિયો વાયરલ થયા બાદ પશુપ્રેમીઓમાં આક્રોશ પ્રવતર્યો છે.

વાયરલ થયેલો આ વીડિયો જાપાનના યમનોચી ટાઉનનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં એક વાંદરાને સ્લીપન અને લાલ રંગનો પાયજામો પહેરેલો દર્શાવવામાં આવ્યો છે. જે વ્યક્તિએ આ વાંદરાને બંધક બનાવ્યો છે, તે વાંદરાની દાઢી મશીન દ્વારા બનાવી રહ્યો છે. જો કે, વીડિયોમાં વાંદરાના હાવભાવને જોતા લાગે છે કે, તે આ બધાથી ટેવાયેલો છે.

જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા બાદ પશુપ્રેમીમાં આક્રોશ ફેલાયો છે. એક યૂઝરે કોમેન્ટ કરી કે, પશુઓની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે, જે ખરાબ છે. જો કે, કેટલાક યૂઝરે એમ પણ લખ્યું કે, વાંદરાને આ પ્રકારની દેખભાળ પસંદ આવી રહી છે.

Related posts

ચીનમાં જોવા મળ્યું મનુષ્યનાં ચેહરા વાળું સ્પાઈડર, જોશો તો તમે રહી જશો દંગ

Path Shah

IIT વિદ્યાર્થીઓએ બનાવ્યો ફૂડ બડી, હાથ વગરના લોકોને ખવડાવશે ભોજન

Mansi Patel

વાનરના નામે કરી દીધી કરોડોની સંપત્તિ, લગ્ન બાદ ભેટમાં મળશે મહેલ!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!