GSTV
Trending Videos Viral Videos

વાયરલ / જીવ જોખમમાં મૂકીને બચાવ્યો સાથીદારનો જીવ, વિડીયો જોઈને લોકો પણ થયા ભાવુક

કોઈપણ પરેશાની કે મુશ્કેલીમાં હોય ત્યારે હમેંશા મદદ માટે આગળ આવવું એ માનવતાનો પહેલો ધર્મ છે પરંતુ, આજે મનુષ્યની અંદરથી આ માનવતા ખતમ થઈ ગઈ છે પરંતુ, પ્રાણીઓ આજે પણ માનવતાની આ ઉમદા ફરજ બજાવી રહ્યા છે. તાજેતરના દિવસોમાં કંઈક આવું જ જોવા મળ્યું જ્યાં એક વાંદરાએ તેના સાથીનો જીવ બચાવીને સાબિત કરી દીધું કે, માનવતાનો ધર્મ માત્ર મનુષ્યનો નથી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો નીચે પડેલો હોય છે, ત્યારે જ તેનો એક સાથી ત્યાં આવે છે અને તેને ઉપાડે છે અને મોં વડે કંઈક કરે છે. તે જોયા પછી, એવું લાગે છે કે તે તેને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. વાંદરાની હાલત જોઈને એવું લાગે છે કે, કોઈ આંચકાને કારણે તેનું શરીર કામ કરતું બંધ થઈ ગયું છે પરંતુ, તેના મિત્રએ પોતાના સાથીદારનો જીવ બચાવી લીધો અને દુનિયાને શીખવ્યું કે ક્યારેય કોઈની મદદ કરવામાં પાછળ ન હટવું.

વાંદરાની આ માનવતા જોઈને દરેક લોકો તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો ટ્વિટર પર @RebeccaH2030 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. હાલ સુધીમાં આ વીડિયોને આઠ હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઘણા લોકો આના પર કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

વિડિઓ પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું હતું કે, ‘વાનરે દેખાડ્યું કે માનવતા માત્ર મનુષ્ય ધર્મ નથી.’ બીજા યુઝરે લખ્યું હતું કે, ‘આ વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે, વાનર તેના સાથીદારને હિંમત આપી રહ્યો હતો કે, ભાઈ બધું જ ઠીક થઇ જશે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે કોમેન્ટ દ્વારા આ વીડિયો પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

Read Also

Related posts

સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા

Padma Patel

વૈશ્વિક સ્તરે હાલમાં સર્જાયેલી નાણાંકીય અસ્થિરતાના ભારત પર મોટા પરિણામો જોવા નહીં મળે : RBI

Padma Patel

રૂપિયા સામે પાઉન્ડ તથા યુરોના ભાવ ઉંચકાયા : ડોલરમાં બેતરફી વધઘટ

Padma Patel
GSTV