GSTV
Trending Videos

વાંદરાને અજગરે દબોચી લીધું, બચાવવા હજારો વાંદરાઓએ કર્યા પ્રયાસ પણ…. Viral થઈ ગયોVideo

હંમેશા ઉછળ કુદ કરનાર વાંદરો અજગરની ઝપટમાં આવી જાય એ વાત જરા ગળે ન ઉતરે તેવી લાગે. પરંતુ થાઈલેન્ડના નેશનલ પાર્કમાં એક એવા જ નજારો જોવા મળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં એક મોટા અજગરે વાંદરાઓના એક ઝુંડમાંથી એક વાંદરાને પોતાની ઝપેટમાં લઈ લીધો. ત્યાર બાદ ત્યાં હાજર ડજન જેટલા વાંદરા તેને છોડાવવા માટે મહેનત કરી રહ્યા હતા.  

સાથીને બચાવવા વાંદરાઓની મહેનત

વીડિયોમાં જોઈ શકાય છે કે અમુક વાંદરાઓ અજગરને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં અજગર પોતાના ફનથી ડરાવવાનો પ્રયત્ન કરે છે. એવું થવા પર વાંદરો ત્યાં હટી જાય છે પરંતુ પોતાના સાથીને બચાવવા માટે વાંદરાઓ અંત સુધી પ્રયત્ન કરતા રહે છે. છેલ્લે જ્યારે વાંદરો અજગરનો જીવ લઈ લે છે ત્યાર બાદ તેને છોડીને જતો રહે છે, આ સંપૂર્ણ ઘટના દક્ષિણ થાઈલેન્ડના પ્રેચુબ ખિરી ખાનમાં એક પહાડના રસ્તા પર થઈ. અહીં અજગરે એક વાંદરાને લપેટમાં લીધો. તેના સાથે વાંદરાઓ તેને અજગરના સકંજામાંથી છોડાવવાનો પુરતો પ્રયત્ન કર્યો. 

અજગરે આખરે જીવ લીધો

પરંતુ તે તેમાં સફળ ન થઈ શક્યા. ચારેય બાજુથી બંદરોએ અજગરને ઘેરી લીધો છે પરંતુ તે પોતાના સાથેની છોડાવવામાં સફળ નથી થતા. બંદરોનું ઝુડ અજગરની પુછડી ખેચે છે તેમ છતા તે પોતાની પકડ ઢીલી નથી કરતો.

Read Also

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV