GSTV
Home » News » વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

એક પ્રાણી સંગ્રહાલયમાં વાંદરાના હાથમાં મોબાઈલ ફોન લાગી ગયો તેનો ફાયદો ઉઠાવીને તે વાંદરાએ તેનાથી ઓનલાઈન શોપિંગ કરી લીધી. તેણે આ કારનામું ત્યારે કર્યુ જ્યારે મોબાઈલ માલિક અને zookeeper બહાર ગઈ હતી. આ ચોકાવનાર કિસ્સો ચીનના એક પ્રાણી સંગ્રહાલયનો છે જે 6 નવેમ્બરના રોજ સામે આવ્યો. પ્રાણી સંગ્રહાલયમાં એલવી મેન્ગ મેન્ગના મોબાઈલથી ચીનની પ્રખ્યાત ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી ઘણી વસ્તુઓ ઓર્ડર કરી જો કે તેના વિશે તેને જાણકારી હતી જ નહીં.

મળતી માહિતી પ્રમાણે પૂર્વી ચીનના જિંગસૂ પ્રાંતમાં યેનચેંગમાં એક પ્રાણી સંગ્રહાલયમાં zookeeper છે. તે અહીં આ વાંદરાઓની દેખરેખ રાખે છે. તેના જણાવ્યાં પ્રમાણે ગ્યા બુધવારે તેમણે જોયુ કે વાંદરો ખૂબ જ ભુખ્યો હતો. આથી તે તેના માટે ખાવાનું લેવા જતી રહી આ દરમિયાન તે પોતાનો ફોન તે વાંદરા પાસે ભુલી ગઈ. ફોન હાથ લાગતાની સાથે તે વાંદરાએ આ કારનામું કરી દીધુ.

જ્યારે ફોન પર નોટિફિકેશન જોઈ ત્યારે સામે આવી ઘટના

મેન્ગ મેન્ગ પાછી આવી તો તેમણે જોયુ કે તેના ફોનમાં ઘણાબધા નોટિફિકેશન આવેલા હતા. આ દરેક ઓનલાઈન શોપિંગ સાઈટ તરફથી આવેલા હતા. તેમાં દરેક ઓર્ડર પ્લેસ કરી દીધા હતા. તેણે વિચાર્યું કે કોઈએ તેની સાથે મજાક કરી છે. ત્યાર બાદ તેણે સીસીટીવી ફોટો ચેક કર્યા. જેમાં તેમણે વાંદરાના ફોનનો ઉપયોગ કરતા જોયો. એટલુ જ નહીં તે વારે વારે સ્ક્રિનને ટચ કરી રહ્યોં હતો. ત્યાર બાદ તેને આખી ઘટના સમજાઈ ગઈ.

READ ALSO

Related posts

દેશની સૌથી મોટી ઓટો કંપનીએ ગાડીઓ પર આપ્યું જોરદાર ડિસ્કાઉન્ટ, ગ્રાહકોને થશે હજારો રૂપીયાનો ફાયદો

Ankita Trada

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel

વિશ્વમાં સૌ પ્રથમ આ ટેકનોલોજીનો અમદાવાદમાં થશે ઉપયોગ, ઈમરજન્સી સેવામાં થશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!