GSTV
Home » News » વાંદરાઓથી આ સરકાર એવી ત્રાસી ગઈ કે કંટાળીને નવો કાયદો બનાવી દીધો

વાંદરાઓથી આ સરકાર એવી ત્રાસી ગઈ કે કંટાળીને નવો કાયદો બનાવી દીધો

ગુજરાત માટે એવું કહેવામાં આવે છે કે ઉંદરોના કારણે પાકને નુકસાન થાય છે. અને આ માટે જ સાપને ખેડૂતોનો મિત્ર માનવામાં આવે છે. સાપના કારણે ઉંદરોની સંખ્યા અને પાકને નુકસાન થતું અટકે છે, પણ વાત જો વાંદરાઓની હોય તો શું કરવું ?

હિમાચલ પ્રદેશમાં વાંદરાઓથી ખતરો એટલો વધી ગયો છે કે ખેતીમાં નુકસાન થવા લાગ્યું છે. અહીં વાંદરાઓથી એટલો ત્રાસ છે કે હવે ખેડૂતો ખેતીમાંથી નિવૃતી લઇ રહ્યા છે. વાંદરાઓનો ડર ઉપરથી તેમને મારી પણ નથી શકાતું કારણ કે કાનૂન તેની પરવાનગી આપતું નથી.  પણ હવે વાંદરાઓના વધતા જતા ઉત્પાતને લઇને સરકારે પણ તેમને મારવાની કાનૂનન પરવાનગી આપી દીધી છે. આમ છતા ખેડૂતો વાંદરાઓ સામે કોઇ પગલાં ભરવા નથી માગતા.

વર્ષ 2014માં કૃષિ વિભાગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વાંદરાઓના કારણે પાકને 184 કરોડનું નુકસાન થયું હતું. હિમાચલ કિસાન સભાના અધ્યક્ષ ડૉ. કુલદિપ સિંહ તંવરે આ વિશે જણાવ્યું કે, ખેતીને લઇને પહેલા જ ઘણી સમસ્યા છે. પાણીની સમસ્યા સર્જાય તો કોઇવાર વરસાદ પણ મુશ્કેલી ઉભી કરે છે. પરંતુ હવે વાંદરાઓના કારણે પાકને નવતર નુકસાન થઇ રહ્યું છે. વાંદરાઓ ખેડૂતો માટે એક પ્રકારની મુશ્કેલી બની ગયા છે.

ખેડૂતે કહે છે કે, દરેક વર્ષે હિમાચલ પ્રદેશના કૃષિ ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે વાંદરાઓ કરોડો રૂપિયાના પાકને નુકસાન કરે છે. હિમાચલ પ્રદેશમાં 6.5 કરોડ હેક્ટરમાં જમીન વિસ્તાર ફેલાયેલો છે. જે ખેતીમાં ઉપયોગ લેવામાં આવે છે. તો બીજી તરફ 75 હેક્ટર જમીન જંગલ વિસ્તારમાં આવે છે. પરિણામે હવે ખેડૂતો વાંદરાઓના કારણે ખેતી છોડી રહ્યા છે.

અન્ય એક ખેડૂતે આ વિશેની વાત કરતા કહ્યું છે કે, અમારા ખેતરમાં એક દિવસ લંગૂર આવ્યા. ખેતરમાં ટાવર હતો તેના પર ચડી ગયા. આખી રાત તેઓ ટાવર પર જ રહ્યા. સુંવરોની સમસ્યા અહીં છે પણ તે સમસ્યાનું નિરાકરણ અમારી પાસે છે,  પરંતુ જ્યારે વાંદરાઓ સામે લડવાનો વારો આવે છે ત્યારે અમારી પાસે તેનું કોઇ સોલ્યુશન નથી.

આ વિશે શિમલા નગર નિગમના મેયરે કહ્યું છે કે, સરકારે પૈસા દેવાની ઘોષણા કરી છે, પરંતુ અત્યાર સુધી કોઇ વાંદરો મર્યો નથી. વાંદરાને હિંદુ ધર્મનું રૂપ માનવામાં આવે છે. અને આજ કારણ છે કે વાંદરાઓની સંખ્યા વધી રહી છે. સરકાર દ્વારા બધા પ્રયત્નો કર્યા હોવા છતા હજુ સુધી વાંદરાઓ મારવાના પાંચ કિસ્સાઓ જ નોંધાયા છે.

વાંદરાઓની સંખ્યા પર નજર કરવામાં આવે તો, 2,07,000 હતી. 2007માં નસબંધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ વર્ષે વાંદરાઓની ગ્રોથ રેટ 21.4 ટકા હતી. ઉપરથી એક વાંદરાનું આયુષ્ય 25 સે 30 વર્ષ હોય છે. નસબંધીના કારણે તેમની જનસંખ્યા ઘણી ઓછી થઇ છે. જેના કારણે અત્યાર સુધીમાં 1,43,000 વાંદરાઓની નસબંધી ઉતરી ગઇ છે. જો તાત્કાલિક નસબંધી કરવામાં ન આવે  તો અત્યારે વાંદરાઓની સંખ્યા હિમાચલ પ્રદેશના માણસોની સંખ્યા કરતા વધારે હોત. અને આજ કારણ છે કે વાંદરાઓને લઇ હવે હિમાચલ પ્રદેશમાં રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. એટલે હિમાચલ પ્રદેશમાં પાકના રક્ષણ અને ખેડૂતો ખેતી માટે ટકી રહે તે માટે સરકારે નવો કાયદો બનાવી જ નાખ્યો છે.

Related posts

કાંકરિયા રાઈડ તુટવા મામલે તુષાર ચોક્સી અને ઘનશ્યામ પટેલે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી

Mayur

સંત રવિદાસનું મંદિર ધ્વંસ થતા દલિતો મેદાનમાં, 15 હજાર લોકો પ્રદર્શનમાં જોડાયા

Mayur

ટ્રમ્પને પણ ઈન્ડિયન આર્મી પર ભરોસો, આ યુદ્ધમાં સામેલ થવા જણાવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!