GSTV

વાંદરાઓને ગામમાંથી ભગાડવા માટે એક વાંદરા સાથે એવું કરાયું કે લોકો લાલચોળ થઈ ગયા, બેરહેમી આચરાઈ

Last Updated on June 29, 2020 by Mansi Patel

કેરળમાં ગર્ભવતી હાથણીને વિસ્ફોટક ખવડાવીને મોતને ઘાટ ઉતારવાની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઇ હતી. હવે પ્રાણીઓ સાથે ક્રૂરતાની બીજી એક ઘટના સામે આવી છે. તેલંગાણાના ખમામ જિલ્લામાં ગ્રામીણોએ એક વાંદરાને એક ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યો છે. ઘટના તેલંગાણાના ખમામ જિલ્લાની છે. અહીં અમ્માપેલમ ગામમાં વાંદરાઓની ટોળકીથી ખેડૂતો ઘણા પરેશાન થઇ ગયા હતા. આ દરમિયાન એક દિવસે અચાનક એક વાંદરો પાણીમાં પડી ગયો. એક ગ્રામીણે આ વાંદરાને ગામમાં લઇ જઇને વૃક્ષ પર લટકાવી દીધો હતો. આ પ્રકારે વાંદરો લટકાવવા પાછળનું કારણ એ હતું કે બાકીના વાંદરા તેને જોઇને ડરી જાય અને ગામમાંથી ભાગી જાય.

વિડિયો વાઇરલ થયો

આ ઘટનાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. વાંદરા સાથેની આ નિર્દયતાની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. વીડિયોમાં જ્યાં વાંદરો લટકાવવામાં આવ્યો છે, ત્યાં કેટલાક લોકો લાઠી-દંડા લઇને ઉભા જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકો જશ્ન મનાવતા જોવા મળી રહ્યા છે.

એનિમલ રાઇટ એક્ટિવિસ્ટ નારાજ

વાંદરા સાથેની ગ્રામીણોની હરકતથી એનિમલ રાઇટ એક્ટિવિસ્ટ ઘણા નારાજ છે. વાંદરા સાથે આવી હરકત કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ફરિયાદ બાદ વન વિભાગના અધિકારીઓએ ત્રણ ગ્રામીણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નિર્દયી વલણ અપનાવાયુ

થોડાક સમય પહેલાં જ કેરળનાં મલ્લપુરમમાં એક ગર્ભવતી હાથણી ભોજનની શોધમાં જંગલ પાસેના ગામડામાં પહોંચી હતી પરંતુ ત્યાં કેટલાક લોકોએ અનાનસમાં વિસ્ફોટક ભરીને હાથણીને ખવડાવી દીધું. ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ હિમાચલથી પણ એક ગાયને વિસ્ફોટક ખવડાવવાની ઘટના સામે આવી હતી. હવે વાંદરાથી છૂટકારો મેળવવા માટે તેની સાથે નિર્દયી વલણ અપનાવવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!