કહેવામાં આવે છે કે વાંદરો એક એવું પ્રાણી છે જે માનવોની ખૂબ જ નજીક હોય છે. તેની રમૂજ હરકતો લોકોને હસવા મજબૂર કરી દે છે. અત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વાંદરાઓના એક ટોળાને તેમનો જ વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. તેના પછી ફ્રેમમાં જે કંઈ પણ દેખાય છે, તે ખૂબ જ મજેદાર છે. વીડિયો થોડાક જ સેકન્ડનો છે પરંતુ જોવાલાયક છે.

પોતાનો જ વીડિયો જોઈ ચોંકી ગયા વાંદરાઓ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ એક વ્યક્તિએ ભોજન ખાતા વાંદરાઓને કેમેરામાં કેદ કર્યા. વીડિયો રેકોર્ડ કર્યા પછી તેને વાંદરાઓને બતાવ્યો અને આ દ્રશ્યોને પણ કેમેરામાં કેદ કર્યા. તમે જોઈ શકો છો કે વ્યક્તિએ વાંદરાઓનો વીડિયો જ્યારે તેમને જ બતાવ્યો તો તેમાથી એક નાનકડો વાંદરો મોબાઈલ પાસે દોડીને આવ્યો અને ડિવાઈસ લેવાનો પ્રયાસ કર્યો અને તેને કિસ કરવા લાગ્યો. બાજુમાં બેસેલો વાંદરો પણ સીરિયસ મોડમાં બધુ જોવા લાગ્યો. ફ્રેમમાં સૌથી નાનો વાંદરાનો રિએક્શન જોવા લાયક છે, જે પોતાનો જ વીડિયો જોઈ ચોંકી ગયો.
વીડિયો ક્યા અને ક્યારનો છે, તેની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર helicopter_yatra નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે.
READ ALSO
- રાજકોટ / બે મહિનાથી પગાર ના ચુકવાતા હડતાળ પર ઉતર્યા કર્મચારીઓ, ઉકેલ લાવવા કોંગ્રેસના ધારાસભ્ય બન્યા મધ્યસ્થી
- G-21નો કોંગ્રેસ હાઈકમાન્ડ પર પ્રહાર- ‘અજય માકન-સુરજેવાલા દ્વારા ચાલી રહી છે પાર્ટી, કોઈ જવાબદાર નથી, રાહુલ પણ બોલતા નથી’
- Uttar Pradesh : દિલ્હી જવા રવાના થયા CM યોગી આદિત્યનાથ, સાંજે 5 વાગ્યે PM મોદી સાથે કરશે બેઠક
- શું તમારા ચાંદીના ઘરેણાં કાળા પડી ગયા છે? તો આ ઉપાયો ચમકદાર બનાવવામાં થઈ શકશે મદદરૂપ
- RBIએ જારી કર્યા નવા નિયમ! તમારા પૈસા પર પડશે સીધી અસર, અહીં જાણો ક્યારે થશે લાગુ