GSTV
India News Trending

સાવધાન / કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થયા પહેલાં વધુ એક નવા રોગની એન્ટ્રી, તાવ સાથે જોડાયેલા છે તેના લક્ષણો

ઓમિક્રોન

ભારતમાં કોરોના વાયરસ સંકટનો કાળ પંજો ફેલાયેલો છે એવા સમય દરમિયાન તાવ સંબંધિત વધુ એક નવો રોગ સામે આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરનો ફફડાટ હજુ ઘટ્યો નથી એવામાં કેરળના વાયનાડ જિલ્લામાં મંકી ફીવરનો મામલો સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી હતી.

મંકી ફીવરથી પીડિત 24 વર્ષીય માણસ

કેરળના વાયનાડ જિલ્લાની થિરુનેલ્લી ગ્રામ પંચાયત હેઠળની પનવેલી આદિવાસી વસાહતમાં એક 24 વર્ષીય વ્યક્તિ ક્યાસનુર ફોરેસ્ટ ડિસીઝ (KFD) થી પીડિત હોવાનું જાણવા મળ્યું છે, જેને બોલચાલની ભાષામાં ‘મંકી ફીવર’ તરીકે ઓળખાય છે.

કેરળમાં આ વર્ષે મંકી ફીવરનો પહેલો કેસ

જિલ્લા ચિકિત્સા અધિકારી ડો.સકીનાએ જણાવ્યું હતું કે આરોગ્ય અધિકારીઓએ પહેલેથી જ મોસમી તાવ અંગે એલર્ટ જારી કરી સ્થાનિક લોકોને સતર્ક રહેવા હાકલ કરી હતી. આ વર્ષે કેરળમાં મંકી ફીવરનો આ પહેલો કેસ છે. આ રોગનો વાયરસ ‘Flaviviridae Virus’ પરિવારમાંથી આવે છે. આ રોગ વાંદરાઓથી મનુષ્યમાં ફેલાય છે.

મંકી ફીવરથી પીડિત યુવકની કેવી છે હાલત

ડૉ. સકીનાએ જણાવ્યું કે મંકી ફીવરથી પીડિત એક યુવકને મનંથવાડી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે હાલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. હાલ તે યુવકની હાલત સ્થિર છે અને હજુ સુધી મંકી ફીવરનો બીજો કોઈ કેસ સામે આવ્યો નથી.

કોરોનાના નવા કેસમાં થઈ રહ્યો છે ઘટાડો

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 67084 નવા કેસ નોંધાયા છે, જે 9 ફેબ્રુઆરી કરતા 6 ટકા ઓછા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1241 મૃત્યુ નોંધાયા છે. ભારતમાં હાલમાં સક્રિય કેસ 7,90,789 છે. છેલ્લા 24 કલાકમાં 1,67,882 લોકો કોરોનાથી સાજા થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV