GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

OMG! આ મંદિરમાં પ્રસાદરૂપે વાનરોને પીવડાવાય છે દારૂ

અબોલ જીવ અવા પશુઓ પાસે માનવીઓ જેવી વિચારવા અને સમજવાની શક્તિ નથી હોતી. તેઓ તે પણ નથી જાણતા કે શુ સાચુ છે અને શું ખોટું. પરંતુ માનવીઓ પાસે આ સમજશક્તિ હોવા છતાં આપણે આવી હકરત કરીએ છે તે આશ્વર્યજનક છે.

યૂપીના સીતાપુર જિલ્લાથી આશરે 70 કિમી દૂર આવેલા કુરસઠ ગામમાં સ્થિત એક મંદિરમાં વાનરોને દારૂ પીવડાવવામાં આવે છે. આ મંદિર ગામથી દૂર જંગલની વચ્ચે બનેલું છે. આ મંદિરમાં કોઇ દ્વાર કે બારી નથી. અહીં કોઇ પૂજારી પણ નથી. અહી આવતા દરેક શ્રદ્ધાળુ બાઇક થવા કાર દ્વારા અહીં પહોંચે છે. આ મંદિરના ભગવાનને પ્રસન્ન કરવા માટે અહી દારૂ ચડાવવામાં આવે છે.

આ શિવ ભગવાનનું પૌરાણિક મંદિર છે. અહીં શિવલિંગ પર શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા માટે દારૂ ચડાવે છે. એવી માન્યતા છે કે જો શિવલિંગ પર ચડાવાતા દારૂને વાનરો પી લે તો પ્રસાદ ચડાવનારાની માનતા પૂરી થઇ જાય છે. આ મંદિરમાં ભક્તો દારૂનો ભાગ ચડાવે છે. આ ભોગને અહીના વાનરો મજાથઈ પીવે છે પરંતુ આ પશુઓને આ અંગેની સમજ નથી.

અહી આવનારા લોકો માટી અથવા પ્લાસ્ટિકના ગ્લાસમાં વાનરો માટે દારૂ ભરીને રાખે છે. મંદિરની છત પર આ મંદિરનું નિર્માણ કરાવનારનું નામ લખેલું છે. આ મંદિર જિલ્લા હરદોઇના ગ્રામ અટવા કુરસઠ નિવાસી રાજેશ કુમાર સિંહે 1992માં બનાવડાવ્યું હતું.

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!