GSTV
Ajab Gajab India News Trending

ધડાધડ 100 વાંદરાઓ મરી ગયાં, લોકોએ બધી જગ્યાએ તપાસ કરાવી તો કારણ આવ્યું કંઈક આવું

90 દિવસમાં મથુરામાં 100થી વધુ વાંદરાઓનું અવસાન થયું. બે કે ત્રણ વાંદરાઓના મૃત્યુ પર ધર્મના શહેર મથુરામાં પડઘો પડી ગયો છે. લોકોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ. શરૂઆતમાં તો કોઈ વાંદરાઓના મોતને ગંભીરતાથી લેતા નહોતા. પરંતુ પાછળથી વાંદરાઓના પોસ્ટમોર્ટમ પર ધ્યાન દેવા માટે સિકિત્ચા વિભાગને આદેશ આપવામાં આવ્યો હતો. તો એવું જાણવા મળ્યું હતું કે પાણીની અછતને લીધે વાંદરાઓ મર્યા છે.

પરંતુ ફેબ્રુઆરીમાં પાણીની કોઈ તંગી નહોતી. એટલે આ વાત ગળે ન ઉતરી. આ સોશિયલ વર્કર દીપક પરાશરે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. તે જ સમયે રાષ્ટ્રપતિ, પીએમ, યુપી મુખ્યમંત્રી અને જીવ-જીલ્લા સંરક્ષણ બોર્ડે આ બાબતે પત્ર મોકલ્યો. ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે કાર્યવાહી તરફ ધ્યાન આપ્યું. અને મૃત વાંદરાઓની તપાસ માટે ફોરેન્સિક વિજ્ઞાન લેબ (એફએસએલ), આગ્રા માટે મોકલવામાં આવ્યાં હતા.

તાજેતરમાં જ એફએસએલએ તેનો રિપોર્ટ એડમિનિસ્ટ્રેશનને મોકલ્યો છે. અહેવાલમાં વાંદરાઓના મૃત્યુનું કારણ ઝેર હોવાનું કહેવાય છે. અહેવાલ પરથી એવું જાહેર કરવામાં આવ્યું છે કે વાંદરાઓને આટાની સાથે ઝેરનું મિશ્રણ આપવામાં આવે છે અને ઝેર પેટમાં જાય છે. જાણકારો કહે છે કે આ ઝેર ખાધા પછી ફૂલ તરસ લાગે છે. અને પેટમા બળવાનું શરૂ થાય છે. તેમજ થોડી વારમાં મૃત્યુ પામે છે.

READ ALSO

Related posts

મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ

Hardik Hingu

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan

આ ગામના બધા ઘરના દરવાજા લીલા છે, દરેકને આ વિચિત્ર નિયમનું પાલન કરવું પડે છે, પરિવર્તનને સ્વીકારતા નથી અહીંના લોકો

Drashti Joshi
GSTV