GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ જશે રૂપિયા, 14 જુલાઈથી પૈસા રોકવાનો છે મોકો

મોદી સરકાર

ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સૌથી જરૂરી છે સાચી જગ્યા પર પૈસાનું રોકાણ. અમુક લોકો અલગ અલગ બેન્કોમાં ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા રોકાણ કરે છે તો ત્યાં જ અમુક લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં. હવે આ સ્કીમમાં ક્યાંક રિસ્ક વધુ છે તો ક્યાંક નફો ઓછો છે. તમારા આ ટેન્શનને દૂર કરવા માટે અમે તમને જણાવી રહ્યા છીએ સરકારની તરફથી શરૂ કરવામાં આવેલી નવી સ્કીમ વિશે. સરકારની નવી સ્કીમ ભારત બોન્ડ ઈટીએફનો બીજો હપ્તો 14 જુલાઈએ સબ્સક્રિપ્શન માટે ખુલશે. તેના દ્વારા સરકાર 14,000 કરોડ રૂપિયા એકત્રીત કરવાની યોજના બનાવી રહી છે.   

સરકાર

આ દેશનો પહેલો કોરપોરેટ બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે. તેમાં ન્યૂનતમ યુનિટ 1,000 રૂપિયાના છે. તેના માટે સબ્સક્રિપ્શન 17 જુલાઈએ બંધ થશે. આ પહેલા ડિસેમ્બર 2019માં ભારત બોન્ડ ઈટીએફની સીરિઝ રજૂ કરવામાં આવી હતી. તેના દ્વારા 12,400 કરોડ રૂપિયા એકત્રીત કરવામાં આવ્યા હતા. ઈટીએફ માટે એક્સપેન્સ રેશિયો પણ અન્ય મ્યુચુઅલ ફન્ડોની તુલનામાં ખૂબ ઓછુ હોય છે. આ 0.005 ટકા જ છે. સ્ટેબિલિટી અને રિટર્નનું અનુમાન તેની ખાસિયત છે. તેમાં સેફ્ટીની સાથે હાઈ ટ્રાન્સપરન્સી હોય છે. લોઅસ ટેક્સ તેને વધુ આકર્ષક બનાવે છે.

ભારત બોન્ડ ETFની ખાસિયત

  • આ કોઈ CPSE,CPSU, CPFI અથવા કોઈ પણ સરકારી બોન્ડમાં રોકાણ કરશે.
  • એક્સચેન્જ પર બોન્ડમાં ટ્રેન્ડિંગ થઈ શકશે
  • લઘુત્તમ યુનિટ સાઈઝ 1000 રૂપિયાની છે.
  • ટ્રાન્સપેરન્ટ પોર્ટફોલિયો (વેબસાઈટ પર રોજ વિગતો)
  • દરેક ETFની એક નક્કી કરેલ મેચ્યોરિટી તારીખ રહેશે
  • હન્ને નવી સીરીઝ એપ્રિલ 2025 અને એપ્રિલ 2031માં મેચ્યોર થશે
સરકાર

જાણો Bharat ETF બોન્ડ વિશે દરેક વસ્તુ

ભારત બોન્ડ ઈટીએફ સિમ્પલ ફિક્સ્ડ ઈનકમ પ્રોડક્ટ છે. અહીં એક સરેરાશ રોકાણકાર સંપૂર્ણ ભરોસાની સાથે તમારા પૈસા રાખી શકે છે. તેના રિટર્નનું અનુમાન લગાવવું સરળ છે. તેના દ્વારા થતી ઈનકમ ટેક્સ ફ્રી તો નહીં  હોય પરંતુ ઈન્ડેક્સેશનનો બેનિફિટ મળશે.

ભારત બોન્ડ ઈટીએફની એક બીજી એક 14 જુલાઈને રજૂ થવા જઈ રહી છે. તે 14 હજાર કરોડ રૂપિયાનું છે. આ એપ 17 જુલાઈએ બંધ થશે. તેનું પ્રબંધન એડલવાઈસ એસેટ મેનેજમેન્ટ કરશે.

બીજા શબ્દોમાં રિટર્નમાં મોંઘવારીને એડજસ્ટ કરવામાં આવશે. નવા ફંડમાં રિટેલ ઈનવેસ્ટર 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. જે રોકાણકારોની પાસે ડીમેટ નથી તે ફંડ્સ ઓફ ફંડ્સ સ્કીમ દ્વારા રોકાણ કરી શકે છે.

સરકાર

કેટલા વર્ષમાં બેગણા થશે પૈસા

માની લો કે તમે એક લાખ રૂપિયાનું રોકણ કરો છો તો તેના પર 7.58 ટકાના દરે રિટર્ન મળે છે તો 10 વર્ષમાં તમારા પૈસા વધીને 2,07,642 રૂપિયા થઈ જશે. પછી તેના પર તમને 7,836 રૂપિયા ટેક્સના રીતે ચુકવવાના રહેશે. એવામાં તમને 1,99,806 રૂપિયા મળશે. તેથી જ એક્સપર્ટ્સ ભારત બોન્ડ ઇટીએફ લાંબા ગાળે ટેક્સની દ્રષ્ટિએ વધુ ફાયદાકારક છે. કંઝર્વેટિવ ડેટ ફંડ રોકાણ કારો માટે આ સારો વિકલ્પ છે.

Read Also

Related posts

જ્હાનવી કપૂરને એક્ટિંગ શીખવાની સલાહ અપાઈ, મિલાપ ઝવેરીએ આપ્યો આ જડબાતોડ જવાબ

Karan

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!