GSTV

ઘરમાં રાખો આ રીતે તિજોરી ..તો થશે ધનધાન્યના ઢગલાં

Last Updated on August 19, 2017 by

દરેક ઘરમાં નાણા રાખવા માટે તિજોરી તો હોય જ છે.  અને જો તમે વાસ્તુ પ્રમાણે યોગ્ય દિશા અને સારા મુર્હુતમાં તિજોરી ગોઠવશો તો   તમારી આવકમાં ઘણી વૃદ્ધિ થશે.

 

  • જે રૂમમાં તિજોરી મૂકો  તે રૂમમાં  તિજોરી દક્ષિણની દિવાલલથી પાંચ ઇંગ આગળ હોવીજોઈએ અને અગ્નિ તથા નૈઋત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ.

 

  • તિજોરીનો પાછળનો ભાગ દક્ષિણ તરફ હોવો જોઈએ અને દરવાજો ઉત્તર દિશામાં ખૂલવો જોઈએ.

 

  • તેમજ તિજોરીવાળા રૂમમાં ફક્ત એક જ દરવાજો હોવો જોઈએ.  અને તે બે દ્વારનો બનેલો હોવો જોઈએ. આ રૂમમાં અગ્નિ, નૈઋત્ય , વાયવ્ય તથા દક્ષિણ દિશામાં દરવાજો ન રાખવો જોઈએ.

 

  • તિજોરી ઉત્તરમાં રાખવાથી એટલા માટ ફાયદો રહે છે કારણ કે  ઓફિસ કે ઘરમાં ઉત્તરનુ સ્થાન કુબેરનું ગણાય છે.  અને તે માટે જ તિજોરી ઉત્તરમાં રાખવી જોઈએ. બેંકનો સ્ટ્રોંગ રૂમ પણ બેંકની ઉત્તર દિશામાં હોવો જોઈએ.

 

  • તિજોરી કે નાણા રાખવાના લોકરને ક્યારેય ઉબડખાબડ ભાગ પર ન રાખવી જોઈએ. તિજોરી હંમેશાં સમતલ સ્થાને રાખો. અને તિજોરી કોઈ પણ એક દિશામાં નમેલી ન હોવી જોઈએ. તિજોરી ડગમગતી હોય તો  તેની નીચે ઇંટ કે પત્થર મૂકવાને બદલે લાકડાનો ટેકો મૂકવો જોઈએ.

 

  • તેમજ કોઈ ધાતુનો સપોર્ટ મૂકીને તિજોરી ન મૂકવી જોઈએ.

 

  • તિજોરીમાં શક્ય હોય ત્યાં સુધી કપડાં, વાસણો , ફાઇલ વગેરે ન મૂકવા જોઈએ, તેમજ તિજોરીમાં પૈસાના ખાના ઉપર વજન ન મૂકવું જોઈએ. અલમારી હોય કે તિજોરી તેમાં લોકર ઉપરના ભાગે બનાવવું જોઈએ. તિજોરીના ખાનામાં  સુંગધિત દ્રવ્યો જેવા કે સ્પ્રે, અગરબત્તી વગેરે ન રાખવા જોઈએ.

તિજોરી રાખવા માટેના શુભ મુર્હુતઃ

તિજોરી રાખવા માટે  શ્રવણ, ધનિષ્ઠા, સ્વાતિ, પુનવર્સુ, શતભિષા, ઉત્તરા અને રોહિણી નક્ષત્રો શુભ છે. અને તિજોરી મૂકવા માટે સોમ, બુધ, ગુરૂ તથા શુક્રવાર ઉત્તમ છે. જે રૂમમાં તિજોરી મૂકો તે રૂમનો રંગ પીળો હોવો જોઈએ. તેનાથી ધનમાં વૃદ્ધિ થાય છે.  કૃષ્ણ પક્ષના બુધવારે સવારે સાંજે  તિજોરીની પૂજા અવશ્ય કરવી જોઈએ. તિજોરી કોઈ પણ તરફ મૂકો ત્યાં કરોળિયાનાં જાળાં ન હોવા જોઈએ. તેનાથી ગરીબી આવે છે. તિજોરીના રૂમની ટાઇલ્સનો રંગ કાળો, લાલ કે નીલો ન હોવો જોઈએ, અન કોઈ બીમની નીચે તિજોરી ન રાખવો જોઈએ.

Related posts

ચાણક્ય નીતિ : આ કામ કરી શકે છે માતા લક્ષ્મીને નારાજ, ઘરમાં આવે છે આર્થિક તંગી અને ગરીબી

Zainul Ansari

પિતૃ પક્ષ/ પૂર્વજોનો આશિર્વાદ મેળવવા આ જરૂરી વાતોને રાખો ધ્યાનમાં, મળશે અપરંપાર ખુશીઓ

Bansari

વાસ્તુ ટિપ્સ/ તમે પણ આવા કામ કરતાં હોય તો તરત જ છોડી દો, નહીંતર ગરીબી તરફ ધકેલાતા વાર નહીં લાગે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!