GSTV
Home » News » મોદી સરકારે સરકારી યોજનાઓની જાહેરાતો માટે કર્યો અધધ… કરોડનો ખર્ચ

મોદી સરકારે સરકારી યોજનાઓની જાહેરાતો માટે કર્યો અધધ… કરોડનો ખર્ચ

મોદી સરકારે ચાર વર્ષમાં સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટેની જાહેરાતો પર 5245.73 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠૌરે ગુરુવારે લોકસભાને સંબોધિત કરતા કહ્યુ છે કે 2014થી સાતમી ડિસેમ્બર-2018ના સમયગાળા દરમિયાન આના સંદર્ભે ખર્ચ કરવામાં આવ્યો છે.

લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠૌડે કહ્યુ હતુ કે વિભિન્ન મંત્રાલયો અને વિભાગોની યોજનાઓને લાભાર્થીઓ વચ્ચે પહોંચાડવા માટે તેની જાહેરાતો પાછળ ચાર વર્ષમાં 5245.73 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાઓ સંદર્ભે પ્રચાર અને જાગરૂકતા માટે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને આઉટડોર મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે.

વર્ષ 2014-15માં પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો પાછળ 424.84 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 473.67 કરોડ રૂપિયા, આઉટડોર પબ્લિસિટી માટે 81.27 કરોડ રૂપિયા એમ કુલ 979.78 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે 2015-16માં પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો પાછળ 508.22 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 531.60 કરોડ રૂપિયા, આઉટડોર પબ્લિસિટી પાછળ 120.34 કરોડ રૂપિયા એમ કુલ 1160.16 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ-2016-17માં પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો પાછળ 468.53 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 609.14 કરોડ રૂપિયા, આઉટડોર પબ્લિસિટી માટે 186.59 કરોડ રૂપિયા એમ કુલ 1264 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે 2017-18ના વર્ષમાં પ્રિન્ટ મીડિયામાં સરકારી યોજનાઓની જાહેરાતો પાછળ 636.09 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 468.93 કરોડ રૂપિયા, આઉટડોર પબ્લિસિટી માટે 208.55 કરોડ રૂપિયા એમ કુલ 1313.57 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે 2018-19ના નાણાંકીય વર્ષમાં સાતમી ડિસેમ્બર-2018 સુધીમાં પ્રિન્ટ મીડિયામાં યોજનાઓની જાહેરાતો પાછળ 244.32 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 229.25 કરોડ રૂપિયા, આઉટડોર પબ્લિસિટી પાછળ 54.39 કરોડ રૂપિયા એમ કુલ 527.96 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો 2014-15માં સરકારે 979.78 કરોડ રૂપિયા યોજનાઓની જાહેરાતો પાછળ ખર્ચ્યા હતા. 2017-18 આવતા સુધીમાં આમા 33થી 35 ટકાનો વધારો થયો અને તે વર્ષે સૌથી વધુ 1313.57 કરોડ રૂપિયાનો ખર્ચ યોજનાઓની જાહેરાતો પાછળ થયો હતો.

Related posts

પૂર્વ પીએમ દેવેગૌડા અને CM કુમારસ્વામીનાં પુત્ર એચડી રેવન્ના ચપ્પલ પહેર્યા વિના વિધાનસભા પહોંચ્યા

Riyaz Parmar

Google Play Storeએ ડિલીટ કર્યા આ જાસૂસી વાળા એપ્સ, તમારા ફોનમાં હોય તો હટાવો તુંરત

Path Shah

અલ્પેશ ઠાકોર કોંગ્રેસની સ્કૂલ છોડી ભાજપની ગુરૂકૂળમાં પ્રવેશ્યો, ધવલસિંહ સાથે કર્યા કેસરિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!