GSTV
Gujarat Government Advertisement

મની લોન્ડરિંગ/ ચાઈનીઝ એપની સટ્ટાબાજીમાં હવે WazirX અને તેના ડિરેક્ટર રડારમાં, ઈડીએ ફેમા હેઠળ ફટકારી નોટિસ

Last Updated on June 11, 2021 by pratik shah

ચાઈનીઝ એપની સટ્ટાબાજી કેસમાં હવે WazirX અને તેના ડાયરેક્ટર રડારમાં આવ્યા છે. તપાસ એજન્સી ઈડીએ ફેમા હેઠળ નિશ્ચલ શેટ્ટી અને સમીર મ્હાત્રેને નોટિસ ફટકારી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ 11 જૂને વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ, 1999 (ફેમા) હેઠળ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirX અને તેના ડિરેક્ટર નિશ્ચલ શેટ્ટી અને સમીર મ્હાત્રેને રૂ. 2790.74 કરોડના ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા વ્યવહારને આધારે કારણદર્શક નોટિસ ફટકારી છે.

ટ્રાન્સફર

“ગેરકાયદેસર” ઓનલાઈન સટ્ટાબાજી કરતી એપ્લિકેશન પર ફેમા કાયદા હેઠળ મની લોન્ડરિંગની આશંકા

ઇડીએ ચીનની માલિકીની “ગેરકાયદેસર” ઓનલાઈન સટ્ટાબાજી કરતી એપ્લિકેશન પર ફેમા કાયદા હેઠળ મની લોન્ડરિંગની આશંકા હેઠળ તપાસ શરૂ કરી છે. WazirX એક ભારતીય ક્રિપ્ટોકરન્સી એક્સચેંજ છે જે વિવિધ ડિજિટલ કરન્સીમાં ટ્રેડિંગ માટેના પ્લેટફોર્મ તરીકે કામકાજ કરે છે.

શું છે સમગ્ર મામલો ?

એજન્સીએ જણાવ્યું હતું કે આરોપી ચીની નાગરિકોએ ભારતીય રૂપિયાને ક્રિપ્ટોકરન્સી ટેથરમાં ફેરવીને આશરે 57 કરોડ રૂપિયાની રકમનું લોન્ડરિંગ કર્યું હતુ અને ત્યારબાદ વિદેશોથી મળેલી સૂચનાના આધારે આ પૈસા કેયમેન આઇલેન્ડ્સમાં નોંધાયેલા એક્સચેન્જના બિનાન્સ વોલેટને ટ્રાન્સફર કર્યા હતા.

બીનન્સ ખાતામાં 1400 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરી

તપાસ હેઠળના સમયગાળામાં WazirXના વપરાશકર્તાઓએ તેના પૂલ ખાતા દ્વારા 880 કરોડની આવક ક્રિપ્ટોકરન્સી બિનાન્સ ખાતામાંથી મેળવી હતી અને સામે બીનન્સ ખાતામાં 1400 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરી હતી. ઇડીએ ઉમેર્યું કે આ કોઈપણ ટ્રાંઝેક્શનનું કોઈપણ ઓડિટ કે ઈન્વેસ્ટીગેશન બ્લોકચેન પર ઉપલબ્ધ નથી.

કોઈપણ સ્થળેથી પૈસા મેળવીને તેને સેફ હેવન દેશમાં ટ્રાન્સફર કર્યા

આ પૈસાની હેરફેર થકી WazirXના ક્લાયન્ટ્સે કોઈપણ સ્થળેથી પૈસા મેળવીને તેને સેફ હેવન દેશમાં ટ્રાન્સફર કર્યા છે અને બાદમાં તેનો દુરૂપયોગ પણ થયો હોઇ શકે છે. WazirXએ આ યુઝર્સના દસ્તાવેજો તપાસ્યા નથી અથવા આ ટ્રાન્ઝેકશનની વિગતો પ્રાપ્ત કર્યા વગર જ ટ્રેડ થવા દીધો છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પરિપત્રમાં બેંકોને અને WazirX

31મી મેના રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પરિપત્રમાં બેંકોને અને WazirX જેવા ક્રિપ્ટોએક્સચેન્જોને આ પ્રકારના સંદિગ્ધ વ્યવહારો પર ચાંપતી નજર રાખવા અને વ્યવહારોની ડીટેલ માંગવા આદેશ કર્યો હતો. પીએમએલએ કાયદા હેઠળ ગ્રાહકોના કેવાયસી, એએમએલ, સીએફટી અને અન્ય નિયમોનું પાલન કરવા પણ જણાવ્યું હતુ. ખાસ કરીને દેશની બહાર થતા દરેક વ્યવહાર પર કડક નજર અને ફેમાનું ઉલ્લંઘન તો નથી થઈ રહ્યું તે તપાસવા જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!