GSTV
Astrology Life Trending

જો તમારી હથેળીમાં છે આ ધનરેખા તો તમે પણ બની શકો છો લાખોપતિ, જાણો કઇ રીતે ઓળખી શકશો

palmistry

આજની આ દુનિયામાં 21મી સદીમાં બે પ્રકારના વર્ગો જોવા મળી રહ્યાં છે. જેમાં એક વર્ગ એવો છે કે જે મહેનત કરીને કમાવવામાં માને છે અને બીજો વર્ગ મહેનતની સાથે-સાથે નસીબમાં પણ એટલું જ માને છે. એમાં પણ લોકો પોતાના નસીબમાં શું હશે એ દરેકની જાણવાની ઇચ્છા હોય છે. ત્યારે કેટલાંક જ્યોતિષકારો જે-તે વ્યક્તિના હાથની રેખાઓ જોઇને તેમને તેમના ભવિષ્ય વિશેની વાત કરતા હોય છે. એવામાં જો હસ્તરેખા શાસ્ત્ર (Palmistry) નું જો માનીએ તો કોઇ પણ વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત સિવાય નસીબનો સાથ હોવો પણ જરૂરી છે. ત્યારે દરેક વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખા, સ્વાસ્થ્ય રેખા, જીવન રેખા, મસ્તિષ્ક રેખા, હ્રદય રેખા વગેરે જેવી રેખાઓ હોય છે. આ રેખાઓમાંથી તમે તમારા હાથમાં રહેલી ધનરેખાને કેવી રીતે ઓળખી શકો છો તેના વિશે અમે તમને જણાવીશું.

palmistry lines

દરેકના હાથમાં ઘન રેખા નથી હોતી

હસ્તરેખા શાસ્ત્રનું જો માનીએ તો જે વ્યક્તિની હથેળીમાં ધન રેખા હોય છે તે ખૂબ જ ધન કમાય છે. અનેક વાર મહેનત કર્યા બાદ પણ જો ઘન કમાવવામાં સફળતા ન મળે તો લોકો એવાં જ વિચારોમાં પડી જાય છે કે,  તેમના હાથોમાં ધનની રેખા છે કે નહીં. તેનું કારણ એ છે કે, આ રેખા દરેકના હાથમાં નથી હોતી અને જેના હાથમાં હોય છે તેને ભાગ્યશાળી માનવામાં આવે છે. જે હાથથી વ્યક્તિ પોતાનું સૌથી વધારે કામ કરે છે તે જ હાથની હથેળીમાં (Palms) ધનની રેખા જોઇને તમારી આર્થિક સ્થિતિનો અંદાજો લગાવી શકાય.’

જાણો હથેળીમાં ક્યાં હોય છે ધનની રેખા?

1. હથેળીમાં રિંગ ફિંગર અને સૌથી નાની આંગળીની વચ્ચે બનેલી સીધી ઊભી રેખાને ધનની રેખા અથવા તો મનીલાઇન કહેવામાં આવે છે.

2. એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિના હાથમાં ધનની આ રેખા ઊંડી અને સ્પષ્ટ હોય છે તે વ્યક્તિ સ્માર્ટ હોય છે, સમજદારીથી પોતાના પૈસાનું રોકાણ કરે છે અને ખૂબ રૂપિયા પણ કમાય છે.

3. જેની હથેળીમાં ધનની રેખા સીધી ન હોવાની સાથે તે ઊંચી-નીચી હોય છે તેનો મતલબ એ થયો કે, તેની પાસે ધન તો આવશે પરંતુ તે ધન સ્થિર નહીં રહે એટલે કે આવતું-જતું રહેશે.

4. જો હથેળીમાં ધનની રેખા છે પરંતુ સીધી રેખા ન હોય અને તે આડી-અવળી હોય તેમજ અટકાઇ-અટકાઇને બનેલી છે તો તેનો અર્થ એ છે કે, કમાણી અને ધન-સંપત્તિના મામલામાં વ્યક્તિએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

5. જો આપના હાથમાં ધનની રેખા નથી પરંતુ બંને હાથ મિલાવતા અર્ધ ચંદ્ર રેખા બને છે તો એવાં લોકોએ પણ આર્થિક સંકટનો સામનો નથી કરવો પડતો.

READ ALSO :

Related posts

ક્રિકેટ / BCCIએ ક્રિકેટ સલાહકાર સમિતિના ત્રણ સભ્યોની કરી નિમણૂક, આ પૂર્વ ખેલાડીને મળ્યું સ્થાન

Hardik Hingu

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth

વીમા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો રહો સાવધાન, થઈ શકે છે છેતરપિંડી, આ રીતે કરો બચાવ

Akib Chhipa
GSTV