GSTV
Home » News » મની લોન્ડ્રિંગનો કેસ : નીરવ મોદીની જામીન અરજી અંગે લંડનની કોર્ટમાં થઈ સુનાવણી

મની લોન્ડ્રિંગનો કેસ : નીરવ મોદીની જામીન અરજી અંગે લંડનની કોર્ટમાં થઈ સુનાવણી

પીએનબીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર નીરવ મોદીની જામીન અરજી અંગે લંડનની કોર્ટમાં સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે. આ મામલે બુધવારે સવારે જામીન અંગે ચુકાદો આવશે.. નીરવ મોદીએ જામીન માટે લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરી છે. આ પહેલા વેસ્ટમિંસ્ટર કોર્ટ નીરવ મોદીની ત્રણ વખત જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

લંડનની કોર્ટમાં ભારતની પેરવી રહેલા વકીલે કોર્ટમાં જણાવ્યુ કે, નીરવ મોદી વિરૂદ્ધ ગંભીર આરોપ છે.  જ્યારે નીરવ મોદીના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, અમારા અસીલ વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની જેમ કોઈ દૂતાવાસ પાસે શરણ માગી રહ્યા નથી. તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. નીરવ મોદી વિરૂદ્ધ ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. જે બાદ સીબીઆઈએ પણ નીરવ મોદી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

‘તારક મહેતા…’માં સોનૂનું પાત્ર ભજવશે આ એક્ટ્રેસ, ખૂબસુરત એટલી છે કે નજર નહી હટાવી શકો

Bansari

સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને ગુજરાત હાઇકોર્ટે આપી સૌથી મોટી રાહત

Nilesh Jethva

PM મોદીને મળશે દુબઇનો સર્વોચ્ચ એવોર્ડ, વડાપ્રધાન 26 ઓગષ્ટથી ત્રણ દેશોનાં પ્રવાસે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!