મની લોન્ડરિંગ મામલે છત્તીસગઠના વરિષ્ઠ બ્યુરોક્રેટ્સ સૌમ્યા ચૌરસિયાની ઈડીએ ધરપકડ કરી છે. આ પહેલા ઈડીએ આઈએએસ અધિકારી સમીર વિષ્ણોઈ અને વેપારી સૂર્યકાંત તિવારી સહિત ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી હતી. જણાવાઈ રહ્યું છે કે આ મની લોન્ડરીંગ મામલે ખોદકામમાં લાગેલા ટ્રાન્સપોર્ટર અને ટ્રકો પર ખોટી રીતે વસૂલી કરવામાં આવતી હતી. એવી આશંકા જતાવી છે કે 16 મહિનામાં 500 કરોડ રૂપિયા આઘાપાછા કર્યા છે.

કોલસા ખનન ઘોટાલામાં મની લોન્ડરિંગ મામલે ગિરફ્તાર કર્યા
જાણકારી મુજબ ઈડીએ ચોરસિયાને રાજ્યમાં કથિત કોલસા ખનન ઘોટાલામાં મની લોન્ડરિંગ મામલે ગિરફ્તાર કર્યા. રાજ્યના શક્તિશાળી અધિકારી ગણાતા ચૌરસિયાની ફેડરલ એજન્સી દ્વારા પૂછપરછ કર્યા બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ અધિકારીને સ્વાસ્થ્ય તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. EDએ ઓક્ટોબરમાં IAS અધિકારી સમીર વિશ્નોઈ અને અન્ય બે લોકોની આ કેસમાં અનેક દરોડા પાડ્યા બાદ ધરપકડ કરી હતી.
અમલદારો અને નેતાઓની મિલીભગત
આવકવેરા વિભાગની ફરિયાદને આધારે ED દ્વારા મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી હતી, જે એક મોટા કૌભાંડથી સંબંધિત છે. જેમાં વરિષ્ઠ અમલદારો, ઉદ્યોગપતિઓ, નેતાઓ અને વચેટિયાઓની સાંઠગાંઠથી છત્તીસગઢમાં ખનન કરેલા દરેક ટન કોલસામાંથી 25 રૂપિયા મેળવ્યા હતા. જણાવી દઈએ કે મુખ્યમંત્રી બધેલે ગત અઠવાડિયે પત્રકારો સાથે વાતચીતમાં ઈડી પર પોતાનો હુમલો તેજ કરતાં તપાસ એજન્સી પર પોતાની હદ પાર કરવાનો અને રાજ્યમાં લોકોની સાથે અમાનવિય વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત