નેશનલ પેંશન સિસ્ટમ (NPS) ના ખાતામાંથી પૈસા કાઢવા સરળ થઈ ગયા છે. એવામાં હવે જો ખાતામાંથી રકમ કાઢવાનું વિચારી રહ્યા છો તો કુલ જમા થયેલી રકમના 25 ટકા અંશદાન જરૂરિયાત માટે કાઢી શકાય છે. માત્ર પાંચ દિવસમાં તમારા બેન્ક ખાતામાં આ રકમ ટ્રાંસફર થઈ જશે. પેંશન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ આ ફેરફાર કર્યો છે.
આ રીતે કરવાની રહેશે પ્રોસેસ
- ત્રણ વર્ષ જૂના ખાતામાંથી જ પૈસા નીકળી શકે છે.
- કુલ રકમના માત્ર 25 ટકા રકમ કાઢવાની સુવિધા.
- નોડલ ઓફિસને કરવાનું રહેશે લેખિત અરજી.
- અરજીની સાથે જ આપવાના રહેશે સપોર્ટિંગ ડૉક્યૂમેન્ટ્સ.
- સેલ્ફ ડિકલેરેશન આપવાની સુવિધા.
- ઓફલાઈનની સાથે જ ઓનલાઈન નિકાસીની સુવિધા.
આ રીતે થશે ઓનલાઈન નિકાસી
પહેલા CRA વેબસાઈટ (https://cra-nsdl.com/CRA/) જવાનું છે. અહીંયા UserID અને Password થકી લોગિન કરવાનું છે. હવે જે પેજ ખુલશે તેમાં Partial Withdrawal નો વિકલ્પ પસંદ કરવાનો. તમે કેટલી રકમ કાઢી શકો છો, તે તમારી સ્ક્રીન પર દેખાઈ જશે. નિકાસીના કારણોની જાણકારી આપવાની છે. ત્યારબાદ Self Declaration નું કામ પૂર્ણ કરવાનું છે. પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રિક્વેસ્ટ સબમિટ કરવાની હોય છે. સબમિટ કરતા પહેલા બેન્ક એકાઉન્ટ ડિટેલ ક્રેસો ચેક કરી લો. ઓટીપી થકી આગળની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. જે દિવસે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તે દિવસને છોડ 5 વર્કિંગ ડેની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે.
પત્નીના નામ પર ખોલો આવુ ખાતું
પત્નીને ઈનડિપેંડેટ બનાવવા માટે તમે તેના નામ NPS એકાઉન્ટ ખોલી શકો છો. NPS એકાઉન્ટ તમારી વાઈફને 60 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર એકમુશ્ત રકમ આપશે. સાથે જ દર મહીને તેમને પેંશનના રૂપમાં રેગુલર ઈનકમ પણ પ્રાપ્ત થશે. NPS એકાઉન્ટની સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે, તમારી વાઈફને દર મહીને કેટલું પેંશન મળશે. તેનાથી તમારી વાઈફ 60 વર્ષની ઉંમર બાદ પૈસા માટે કોઈના પર પણ નિર્ભર રહેશે નહી.
60 વર્ષની ઉંમરમાં મેચ્યોર થશે NPS એકાઉન્ટ
તમે NPS એકાઉન્ટમાં પોતાની સુવિધા પ્રમાણે દર મહીને અથવા વર્ષના પૈસા જમા કરી શકો છો. તમે 1 હજાર રૂપિયાથી પણ પત્નીના નામ પર NPS એકાઉન્ટ ખોલી શકો છો. 60 વર્ષની ઉંમરમં NPS એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે. નવા નિયમો હેઠળ તમે ઈચ્છો તો વાઈફની ઉંમર 65 વર્ષ થવા સુધી NSP એકાઉન્ટ ચલાવતા રહો.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર