GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

KBCમાં ભાગ લેવા માટે આવી શકે છે ફોન, પરંતુ ન કરતા આ કામ નહીંતર પસ્તાશો

જો તમને પણ કૌન બનેગા કરોડપતિને લઇને ફોવ કૉલ આવે તે ચતી જજો. જો તમે જરાં પણ ચૂક્યા તો તમારે આજીવન પસ્તાવાનો વારો આવશે. ટીવી શૉ કેબીસીના નામ પર લૉટરીના નામે દરેક ક્ષેક્ષમાં લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આ જ રીતે એક મામલામાં યુવતીએ પોલીસને ફરિયાદ કરવાની ચેતવણી આપી તો ઠગોએ ફોન કટ કરી નાંખ્યા અને ફરીથી યુવતીને ફોન ન કર્યો. પોલીસે આપેલી માહિતી અનુસાર દહેરાદૂનની એક યુવતીના મોબાઇલ પર બે દિવસ પહેલાં  એક કૉલ આવ્યો હતો.

તેને જણાવવામાં આવ્યું કે તમે ટીવી શૉ કૌન બનેગા કરોડપતિના ઑલ ઇન્ડિયા સિમ કાર્ડ લડી ક્રૉ કોમ્પિટીશનમાં 35 લાખની રકમ ઇનામમાં જીતી છે. કૉલ કરનાર શખ્સે યુવતીને જણાવ્યું કે આ રકમ મેળવવા માટે તેણે તેની બેન્ક ડિટેઇલ્સ આપવાની રહેશે.

તે પછી જ આ રકમ તેના એકાઉન્ટમાં મોકલવામાં આવશે. યુવતીએ તેની વાસ્તવિકતાનો પુરાવો માંગ્યો તો કૉલ કરનારે યુવતીને વૉટ્સએપ નંબર પર લૉટરી નંબર સહિતની તમામ માહિતી મોકલી. આ ડિટેઇલ્સ જોઇને યુવતીને શંકા થઇ તેથી તેણે પોતાનો બેન્ક એકાઉન્ટ નંબર આપવાથી ઇનકાર કરી દીધો.

સાથે જ તેણે પોલીસને ફરિયાદ કરવાની ચેતવણી પણ આપી. તે પછી તેણે ફોન કાપી નાંખઅયો અને ફરીવાર કૉલ ન કર્યો. પોલીસસ્ટેશન હેડ ગિરિશ ચંદ્ર શર્માનું કહેવું છે કે આ રીતે ઠગોની લાલચમાં આવીને પોતાના બેન્ક એકાઉન્ટની ડિટેઇલ્સ ન આપવી જોઇએ. આ પ્રકારના કૉલ્સની અવગણના કરવી જોઇએ.

Related posts

આણંદ : નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, એસીબી ટ્રેપમાં ફસાયા

Nilesh Jethva

મે મહિનામાં વસ્ત્રોના વેચાણમાં 84 ટકાનો ઘટાડો; ફેક્ટરીઓ PPE કીટ, ફેસ માસ્ક બનાવવામાં રહી વ્યસ્ત

Mansi Patel

AIIMSની સ્ટડીમાં HCQ કારગર, ‘2-3 મહિનામાં બની જશે Coronaની દવા’

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!