GSTV

શું તમારે પણ ATM માંથી કેશ ન નીકળ્યા અને ખાતામાંથી પૈસા કપાઈ ગયા? પરત મેળવવા અપનાવો આ સરળ રીત

atm

Last Updated on October 20, 2020 by Ankita Trada

ક્યારેક-ક્યારેક ATM માથી પૈસા કાઢતા સમયે ટેકનીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક એવુ પણ થાય છે કે, ATM માંથી પૈસા કાઢવા માટેની પ્રોસેસ પૂર્ણ થયા બાદ લેણ-દેણ ફેલ થઈ જાય છે અને ખાતામાંથી પૈસા કાપી લેવામાં આવે છે. આ સ્થિતિમાં તમને ખાતામાંથી પૈસા કાઢવાનો મેસેજ તો આવી જાય છે, પરંતુ ATM માંથી પૈસા નીકળતા નથી. એટલે કે, તમારે ATM મશીનમાંથી પૈસા મળતા નથી. ATM માંથી નીકળેલી સ્લીપ પર પણ પૈસા કાપવાની પુષ્ટી હોય છે. જો એવુ થઈ જાયતો પરેશાનીની કોઈ વાત નથી. માત્ર એ જાણી લો કે, તમારે આ સ્થિતિમાં શું કરવાનું છે. અમે અહીંયા તમને પૈસા પરત મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ જણાવી શું.

સ્લિપને સંભાળીને રાખો

જ્યારે પણ લેણ-દેણ રદ થઈ જાય તો ATM માંથી લેણ-દેણ ફેલ થવાની રશીદ પ્રાપ્ત થાય છે. આ રસીદને પોતાની પાસે સુરક્ષિત રાખો. કારણ કે, તેમાં ટ્રાંજેક્શનનો રેફરેંસ નંબર લખેલો હોય છે. પૈસા કપાયાનો મેસેજ આવતા જ પોતાના બેન્ક ખાતાની માહતી ચેક કરો. જો તમારા ખાતાના પૈસા કપાઈ ગયા છે તો બેન્ક સાથે સીધો સંપર્ક કરો.

આ રીતે કરો ફરીયાદ

તમારે આ પૈસા કપાવવાની ફરીયાદ તરત જ કરવાની છે. ATM માં હાજર ડોપ બોક્સમાં ફરીયાદ કરો. બેન્કથી સંપર્ક કરો અથવા ATM ની પાસે રહીને કસ્ટમર કેરની પાસે ફરીયાદ કરો. જો તમે બેન્ક બ્રાંચમાં જઈ શકતા નથી તો બેન્કની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અને કસ્ટમર કેયર પર કોલ કરો. તેમને પોતાના લેણ-દેણ વિશે સંપૂર્ણ જાણકારી આપો.

કેવી રીતે મળશે પૈસા પરત

તમે આ લેણદેણ વિશે બેન્કને મેલ કરી શકો છો અને તેમની પાસેથી મદદ પણ માગી શકો છો. ફરીયાદ દાખલ કર્યા બાદ તમારે 24 કલાકની અંદર બેન્કમાંથી કોલ આશે અને તમારા ખાતામાંથી કાપવામાં આવેલ બધા પૈસા 7 બિઝનેસ દિવસમાં તમારા ખાતામાં પરત જમા કરાવી દેવામાં આવશે.

READ ALSO

Related posts

પંજાબમાં ‘ઉનાકાંડ’: દલિત યુવકે પગાર માંગ્યો તો પહેલા તેને ટેક્ટર સાથે બાંધી દીધો અને માર્યો ઢોરમાર, 2 આરોપીઓની ધરપકડ

Pritesh Mehta

માંગણી / શિક્ષણની આડમાં ખાનગી શાળાઓ કરી રહી છે ભ્રષ્ટાચાર, આક્ષેપ સાથે વાલીઓની 50 ટકા ફી માફીની માંગ

Dhruv Brahmbhatt

RBIનો નવો નિયમ: દેશની મોટી બેન્કોએ બંધ કર્યા લાખો ખાતાઓ, હવે શું કરશે ખાતાધારકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!