GSTV

અતિ અગત્યનું/ બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયાં પરંતુ સામેના વ્યક્તિને નથી મળ્યાં? SBIએ જણાવ્યો આ નિયમ, તમારા માટે જાણવો જરૂરી

SBI

Last Updated on July 29, 2021 by Bansari

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) હવે પોતાના ગ્રાહકોને અનેક સર્વિસ ઓનલાઇન માધ્યમ દ્વારા પૂરી પાડી રહી છે. જેથી ગ્રાહકોને બેંક બ્રાન્ચ વિઝિટ કરવાની જરૂર ન પડે. હવે તમે કોઇને પૈસા મોકલવાની સાથે જ બિલ પેમેન્ટ અથવા કોઇ વેપારીને પેમેન્ટ કરવાનું કામ ઓનલાઇન માધ્યમથી પોતાના ફોન દ્વારા કરી શકો છો. પરંતુ ઘણીવાર ફરિયાદ આવે છે કે કોઇ વ્યક્તિને પેમેન્ટ કરીએ તો એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે પરંતુ આગામી શખ્સના ખાતામાં પૈસા પહોંચતા નથી.

sbi

તેવામાં તમે આ પ્રકારના ટ્રાન્જેક્શનની ફરિયાદ નોંધાવી શકો છો અને બેંક ઓછામાં ઓછા સમયમાં આ સમસ્યાઓનું નિવારણ લાવી આપે છે. જો તમે પણ SBIના ગ્રાહક છો અને ક્યારેક તમારી સાથે પણ આવું થાય તો તેની ફરિયાદ કરી શકો છો. બેંકે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી છે અને જણાવ્યુ્ં છે કે તમે કઇ રીતે ઓનલાઇન માધ્યમથી ફરિયાદ નોંધાવી શકો છો.

હકીકતમાં એક બેંકે ગ્રાહકોને ટ્વીટર દ્વારા આવા ટ્રાન્જેક્શનની જાણકારી આપી હતી અને SBIને ટેગ કરીને મદદ માંગી હતી. તે બાદ બેંકે ટ્વીટ કરીને જાણકારી આપી કે, પ્રિય ગ્રાહક, અમે તમને થયેલી પરેશાની માટે દિલગીર છીએ. અમે તરત જ નિવારણ લાવવા માંગીએ છીએ અને તમને https://crcf.sbi.co.in/ccf/ under the category Existing Customer – MSME/ Agri/ Other Grievance under Category Technology: Internet Banking >> Online Payment/ Transfer >> Merchant Transaction પર જરૂરી ડિટેલ્સ શેર કરવાની વિનંતી કરીએ છીએ. અમારી ટેક્નીકલ ટીમ તમને જલ્દી જ સંપર્ક કરશે. આભાર.

ખોટા એકાઉન્ટમાં પૈસા મોકલાઇ જાય તો શું થશે?

બેંક અનુસાર, તેવામાં બેંક જવાબદાર નથી. ગ્રાહકોને વિનંતી છે કે કોઇ પણ ડિજિટલ ટ્રાન્સફર કરતાં પહેલા બેનિફિશયરીની એકાઉન્ટ ડિટેલ વેરિફાય કરો. સાથે જ ધ્યાન રાખો કે ગ્રાહક તરફથી કરવામાં આવેલા ખોટા ટ્રાન્જેક્શન માટે બેંક જવાબદાર નથી. જો કે ગ્રાહકની ટીમ હોમ બ્રાન્ચ કોઇ જવાબદારી વિના અન્ય બેંક સાથે ફોલોઅપ લઇ શકે છે. આ અંગે વધુ મદદ માટે કૃપા કરીને તમારી હોમ બ્રાન્ચ અથવા બેનિફિશિયરીની બેંકનો સંપર્ક કરી શકાય છે.

sbi

આ વાતોનું રાખો ધ્યાન

તેના માટે સૌથી મહત્વનું છે કે જ્યારે પણ તમે કોઇપણ ટ્રાન્જેક્શન કરતા પહેલા બેનિફિશિયરીની એકાઉન્ટ ડિટેલ્સ ચેક કરો અને તે બાદ પૈસા ટ્રાન્સફર કરો. લાસ્ટ પ્રોસેસ વખતે પણ સમરીમાં બેનિફિશિયરીનું નામ જરૂર ચેક કરો. તમને એક ટ્રાન્જેક્શનમાં ફક્ત 30 સેકેન્ટ જેટલો વધુ સમય આપવો પડશે અને તમે આવી ભૂલોથી બચી જશો તથા તમારા પૈસા તે લોકો સુધી પહોંચી જશે, જેને તમે મોકલવા માંગો છો.

Read Also

Related posts

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari

અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ભગવાન શિવનો રોલ ભજવશે, પહોંચ્યા શુટિંગ માટે

Damini Patel

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!