GSTV
India News Trending

પૂર પીડિતોની જગ્યાએ ધારાસભ્યો પર રૂપિયાની લહાણી, આદિત્ય ઠાકરે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આદિત્ય ઠાકરે

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં શિવસૈનિકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્યારે મુંબઈના સાંતાક્રૂઝમાં શિવસૈનિકોએ એક કાર્યક્રમનું આયોજન કર્યુ. જેમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે સામેલ થયા. તેમણે આ કાર્યક્રમને સંબોધિત કરતા ખુલાસો કર્યો કે 20 મેના રોજ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને મુખ્યપ્રધાન પદની ઓફર આપી હતી. તેમ છતાં શિંદેએ 20 જૂને બળવો કરી દીધો.

આદિત્ય ઠાકરે

જ્યારે ઓફર આપવામાં આવી તો એકનાથ શિંદે આના-કાની કરવા લાગ્યા હતા. આદિત્યએ કહ્યું કે જે લોકો પાર્ટીમાં પરત ફરવા માંગે છે તેમના માટે શિવસેનાના દરવાજા ખુલ્લા છે. જે બળવાખોર ધારાસભ્યો દેશદ્રોહી છે તેમને પાર્ટીમાં પરત લેવામાં આવશે નહીં.

ભાજપ ઉપર નિશાન સાધતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે દુઃખની વાત છે કે આસામમાં પૂર આવ્યું છે. જ્યાં લોકોની પાસે રહેવા માટે જગ્યા નથી. ત્યારે ધારાસભ્યો પર નાણાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ વાત લોકોએ વિચારવી જોઈએ. આ દેશમાં લોકશાહી છે કે નહીં. તે પણ વિચારવું જરૂરી છે. કારણ કે ભાજપ લોકશાહીને એક વિકલ્પ તરીકે જોઈ રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

લમ્પી વાયરસનો કહેર/ ગૌમાતાના ટપોટપ મોતથી દુખી આ ધારાસભ્ય ભગવાનના શરણે, રાખી 55 કિમી પગપાળા યાત્રાની બાધા

Bansari Gohel

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

Bansari Gohel

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…

Hemal Vegda
GSTV