GSTV

વૈશ્વિક બજારમાં થયો ધબડકો: શેર બજારમાં હાહાકાર, એક જ દિવસમાં રોકાણકારોના ડૂબ્યા 4.58 લાખ કરોડ

કોરોના વાયરસના વધતા સંક્રમણના કેસ અને વૈશ્વિક સ્તર પર લેવાલીની વચ્ચે સોમવારના રોજ ઘરેલૂ બજારમાં શેર બજારમાં ભારે ધબડકો થયો છે. 30 શેર વાળી બીએસઈ સેંસેકસ 811.68 પોઈન્ટ એટલે કે, 2.09 ટકાનો ધબડકો થયો છે. 38,034.14 અંક પર બંધ થયુ હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 254.40 અંક એટલે કે, 2.21 ટકા પછડાટ સાથે 11,250.55 પોઈન્ટ પર બંધ થયો હતો.

બજારમાં આવેલા ભારે ઘટાડાથી રોકાણકારોના 4.58 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. બજારમાં ચિંતાના કારણે સૂચકાંક ઈન્ડિયા વીઆઈએક્સ 13 ટકાની વધારે છલાંગ લગાવીને 22.65 ટકા પર પહોંચી ગયો છે. જેનાથી માર્કેટ કમ્યુનિટીની ધારણાની ખબર પડે છે, જે બજારમાં ભારે ઉતાર-ચડાવની આશા કરી રહ્યા છે.

નકારાત્મક વૈશ્વિક સંકેત

જિયોજીત ફાઈનાન્સિયલમાં શોધ પ્રમુખ વિનોદ નાયરે કહ્યુ હતું કે, બિઝનેસના બીજા હાફમાં ભારતીય બેંચમાર્ત સૂચકાંક નફાખોરીનું શિકાર થયા છે. આ વૈશ્વિક સંકેતો અનુસાર હતો, જે યુરોપ સહિતના કેટલાય દેશોમાં કોરોનાના વધતા કેસોથી નેગેટિવ થયા છે. યુરોપમાં વધતા કેસને પ્રતિબંધ લગાવવાની વાતો ચાલી રહી છે.

વૈશ્વિક બજારની હાલત

વૈશ્વિક બજાર પર એશિયાના અન્ય બજારોમાં ચીનનું શાંઘાઈ, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના સોલમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. યુરોપના મુખ્ય બજારોમાં શરૂઆતી કારોબારમાં ભારે વેચવાલી જોવા મળી હતી, ત્રણ ટકાની ઘટાડો પણ જોવા મળ્યો હતો. આ વચ્ચે વૈશ્વિક તેલ માપદંડમા બ્રેંટ ક્રૂડ 2.04 ટકા ઘટીને 42.27 ડૉલર પ્રતિ બેરલ પર બિઝનેસ કરી રહ્યા છે. આ બાજૂ વિદેશી વિનિમય બજારમાં અમેરિકી ડૉલરની સરખામણીએ રૂપિયા 7 પૈસા મજબૂત થઈને 73.38 પર બંધ થયું હતું.

READ ALSO

Related posts

સુરત/ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોની જમીન સંપાદનનો મામલો, મોટી સંખ્યામાં ખેડૂતો થયા એકઠા

pratik shah

આ શહેરમાં બાળકોને પણ સફર દરમિયાન બાઈક પર પહેરવું પડશે હેલ્મેટ, ટ્રાંસપોર્ટ વિભાગે બદલ્યા છે આ નિયમ

Ankita Trada

જ્યારે કાજોલને પૂછવામાં આવ્યું કે તારી પુત્રી ન્યાસા શાહરુખ ખાનના પુત્ર આર્યન સાથે ભાગી જાય તો તે શું કરશે, આ જવાબ મળ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!