GSTV
Home » News » યોગીરાજમાં ગુંડાઓનો આંતક: હરિયાણાની રાષ્ટ્રીય ખેલાડીની છેડતી, જબરદસ્તી હોટલમાં લઇ ગયાં અને….

યોગીરાજમાં ગુંડાઓનો આંતક: હરિયાણાની રાષ્ટ્રીય ખેલાડીની છેડતી, જબરદસ્તી હોટલમાં લઇ ગયાં અને….

યોગીરાજમાં ઉત્તર પ્રદેશના લખનઉથી દેશને શરમસાર કરનારી ઘટના સામે આવી છે. સરોજીનીનગર સ્થિત સાઇટ સેન્ટરમાં ટ્રેઇનિંગ કેમ્પમાં આવેલી હરિયાણાની રાષ્ટ્રીય કુશ્તી ખેલાડી સાથે બે યુવકોએ છેડતી કરી છે. જબરદસ્તી ખેંચીને હોટલમાં લઇ જવાનો પ્રયાસ કર્યો. વિરોધ કરવા પર તેને માર માર્યો, અપહરણ કરવા, પરિવાર અને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી.

ખેલાડી કોઇ રીતે પોતાની જાતને બચાવીને ત્યાંથી ભાગી ગઇ. આ ઘટના રવિવાર સાંજની છે. ધમકી મળતા પીડિતા એટલી ડરી ગઇ કે બીજા જ દિવસે હરિયાણા પરત ફરી અને ત્યાં પહોંચતા જ હિસ્સારના સદર થાણામાં આરોપી સિકંદર અને તેના સાથે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી ચે.

આ મામલે પોલીસે છેડતી, જીવથી મારી નાંખવાની ધમકી તથા પોક્સો એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. હરિયાણાના હિસારની રહેવાસી 17 વર્ષીય ખેલાડીનું સિલેક્શન કુશ્તી ટ્રેઇનિંગ કેમ્પ માટે થયું. તે પ્રેક્ટિસ માટે ત્રણ જૂને સરોજીનીનગર સ્થિત સાઇ સેન્ટર પહોંચી.

ટીમના કોચે આ અંગે જાણકારી આપી હતી કે અગાઉ જૂનિયર વર્ગની એક ખેલાડી સાથે છેડતી થઇ હતી. તે બાદ ખેલાડી રજા લઇને પોતાના ઘરે ચાલી ગઇ હતી આ નિરાશાજનક છે. આ અંગે કુશ્તી સંઘ સખત નિર્ણય લેશે. ટ્રાયલ દરમિયાન અનાધિકૃત લોકોને સેન્ટરમાં પ્રવેશ નહી આપવામાં આવે.

Read Also

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah

ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!