GSTV

જુનિયર ડેવિસ કપના આ ટેનિસ ખેલાડી સામે છેતરપિંડીના આક્ષેપો, સાચી ઉંમર છુપાવી

ખેલાડી

એક જુનિયર ડેવિસ કપ ટેનિસ ખેલાડીના પિતાની ઉત્પીડનના મામલે ચાલી રહેલી લડતના કિસ્સામાં જુનિયર ખેલાડીઓ તથા અન્ય ચાર સામે ઉંમર છુપાવવા અંગેની માહિતી બહાર આવી છે. પરંતુ નેશનલ ટેનિસ ફેડરેશને વર્ષોથી રમતને પ્રભાવિત કરી રહેલા આ દૂષણ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી.

સાથી તાલીમાર્થી ખેલાડી પર શારીરિત સતામણીનો આરોપ

નિર્ભયા

એક જુનિયર ખેલાડીએ આરોપ લગાવ્યો છે કે તેના સાથી તાલીમાર્થી ખેલાડીએ ચંદીગઢ લોન ટેનિસ એસોસિયેશનના પરિસરમાં જ તેની શારીરિક સતામણી કરી હતી જેમાં એક જુનિયર ડેવિસ કપ ખેલાડી પણ સામેલ હતો. આ ઘટના બાદ છોકરીના પિતાએ પ્રયાસો કરતાં ઉંમરમાં છેતરપિંડી કરાઈ રહી હોવાનો ખુલાસો પણ કર્યો હતો અને આ મામલો બહાર આવ્યો હતો. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.

જુલાઇમાં ફરી પીડિતા સાથે કરાયુ કૃત્ય

પીડિતા વયસ્ક નહી હોવાને કારણે તેના પિતાની ઓળખ જાહેર કરાઈ નથી. એવો આરોપ લાગ્યો છે કે પહેલી વાર 2019માં એ છોકરીની જાતિય સતામણી કરવામાં આવી હતી. ત્યાર બાદ જુલાઈમાં ફરીથી તેની સાથે આ કૃત્ય કરાયું હતું. તેના પિતાએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમને વિશ્વાસ છે કે જાતિય સતામણી કરનારા ખેલાડીઓ વધારે ઉંમર ધરાવતા હતા. છોકરીના પિતાએ જણાવ્યું હતું કે આ મામલે એસોસિયેશને મને મદદ કરવી જોઇતી હતી પરતુ તેને બદલે તેમણે મારી સામે જ પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી હતી.

Read Also

Related posts

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari

ખામીયુક્ત એન્જિનને કારણે હ્યુન્ડાઈ-કિઆ મોટર્સને અધધ રૂ. 212 અબજનું નુકસાન : 17 લાખ કાર પાછી ખેંચી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!