GSTV
Home » News » મોહિની એકાદશી: ભગવાન વિષ્ણુની કૃપા થાય છે આ વ્રતથી અને જાણો કેવી રીતે પડ્યું નામ

મોહિની એકાદશી: ભગવાન વિષ્ણુની કૃપા થાય છે આ વ્રતથી અને જાણો કેવી રીતે પડ્યું નામ

Mohini Ekadashi

વૈશાખ મહિનના શુકલ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. 15 મેના રોજ આ વ્રત રાખવું. ઘર્મ શાસ્ત્રોમાં એકાદશીની તિથિને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘર્મોમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે.


ભગવાન રામે પણ રાખ્યું હતું આ વ્રત
મોહિની એકાદશી માટે ધર્મશાસ્ત્રોમાં જણાવ્યું છે કે, ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુ જ્યારે રામનો અવતાર લઈને પૃથ્વી પર આવ્યા હતા ત્યારે તેમના ગુરુ વશિષ્ઠ મુનિએ એકાદશીનું મહત્ત્વ જણાવ્યું હતું. સંસારને આ એકાદશીનું મહત્વ બતાવવા માટે ભગવાન રામે સ્વયં પણ એકાદશીનું વ્રત કર્યું હતું. પછી દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને આ વ્રત કરવાની સલાહ આપી હતી.
કેવી રીતે પડ્યું મોહિની એકાદશી નામ
મોહિની એકાદશી વિશે માન્યતા છે કે સમુદ્ર મંથન પછી અમૃત પીવા માટે દેવતા અને દાનવો વચ્ચે ઝઘડો ચાલ્યો ત્યારે ભગવાન વિષ્ણુ સુંદર નારીનું રૂપ લઈને દેવતા અને દાનવોની વચ્ચે પહોંચી ગયા હતા. તેમના આ રૂપથી મોહિત થઈને દાનવોએ અમૃતનો કળશ દેવતાને સોંપી દીધો. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને બધું અમૃત પીવડાવી દીધું. અને દેવતા અમર થઈ ગયા. જે દિવસે ભગવાન મોહિની રૂપમાં પ્રગટ થયા એ દિવસે એકાદશીની તિથિ હતી. એટલે જ ભગવાન વિષ્ણુના મોહિની રૂપની પૂજા મોહિની એકાદશીના દિવસે કરવામાં આવે છે.
આ રીતે કરો વ્રત અને પૂજા
શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા, ઉપવાસ અને રાત્રિ જાગરણ કરે છે. તેને વર્ષોની તપસ્યાનું ફળ મળે છે. એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે સાત્વિક ભોજન કરવું. મનમાં ભોગ-વિલાસ લાલસા ન રાખવી, ભગવાન વિષ્ણુનું જ સ્મરણ કરવું. એકાદશીના દિવસે સૂર્ય ઉગે તે પહેલા સ્નાન કરી ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. ભગવાન વિષ્ણુની સામે બેસી ભગવદ કથાનું વાંચન કરવું.

Read Also

Related posts

આંધ્રનાં સીએમ જગનમોહન પહોંચ્યા અમેરિકા, ઉદ્યોગપતિઓને રાજ્યમાં રોકાણ કરવા કરી અપીલ

Path Shah

સુરતના આ મેદાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

Nilesh Jethva

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ કર્યું લોન્ચ, આ છે ડ્રેગનની ભવિષ્યની યોજના

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!