GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

યે રિશ્તા…ફેમ આ સ્ટાર સહિત સમગ્ર પરિવાર Corona પોઝીટીવ, હોસ્પિટલમાં કરાયો દાખલ

દેશમાં Corona મહામારી હટવાનું નામ લેતી નથી. Corona મહામારીમાં વધુ એક ટીવી સ્ટાર પોઝીટીવ આવ્યા છે. ટીવી સ્ટારની આખી ફેલીમી Corona પોઝીટીવ આવી છે. આ વાતની જાણકારી તેણે પોતે જ આપી છે. હા વાત કરી રહ્યા છીએ સ્ટાર પ્લસ ની ફેમસ સીરિયલ યે રિશ્યા ક્યા કહલાતા હૈ માં અભિનય કરનાર કીર્તિની. યે રિશ્તા ક્યા કહલાતા હૈ ની કીર્તિ એટલે કે મોહના કુમારી સિંહ અને તેમનો પરિવાર Corona પોઝીટીવ આવ્યો છે. મોહિના સહિત તેના પરિવારના તમામ પોઝીટીવ છે અને હોસ્પિટલમાં એડમિટ થયા છે. મોહિના પોતાના પતિ સુયશ અને તેના પૂરા પરિવાર સાથે ઉત્તરાખંડમાં રહે છે. તેના પતિ ઉત્તરાખંડના રાજકારણી છે. મોહિનાએ વાતચીત દરમિયાન હેલ્થ અપડેટ આપી છે.

મોહિના અને તેની ફેમિલી હોસ્પિટલમાં એડમિટ

તેણીએ કહ્યું કે હા એ સાચું છે કે હું અને મારો પરિવાર Corona પોઝીટીવ આવ્યા છીએ. હાલમાં અમે બધા હોસ્પિટલમાં જ છીએ, પરંતુ ડોક્ટર્સે કહ્યું કે અમારા બધામાં વાયરસના લક્ષણો ખૂબજ હળવા આવ્યા છે. એટલા માટે ઉમ્મીદ છે કે અમે બધા ખૂબજ ઝડપથી સાજા થઈ જઈશું. હાલમાં મોહિના અને તેની ફેમિલી હોસ્પિટલમાં એડમિટ છે અને તેમની હાલમાં સારવાર ચાલી રહી છે.

લગ્ન બાદ સીરિયલ છોડી મેરેજ લાઈફ કરતી હતી એન્જોય

ગત ઓક્ટોબર મહિનામાં એટલે કે ઓક્ટોબર 2019માં મોહિના એ સુયશ સાથે લગ્ન કર્યા પછી સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ છોડી દીધી હતી. હાલમાં તે ઉત્તરાખંડમાં જ તે પોતાની મેરેજલાઈફ એન્જોય કરી રહી છે. સમાચારો મુજબ મોહિના અને તેના પતિની ફેમિલી સાથે સાથે તેમના સ્ટાફને પણ Corona પોઝીટીવ આવ્યો છે. અને તમામને ક્વોરેન્ટાઈન કરીને તેમની સારવાર ચાલી રહી છે. મોહિના અને સુયશ સહિત તમામ લોકો જલદીથી Corona જંગ જીતીને પાછા ઘરે ફરે.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાએ હાલત બગાડી, નવા 6555 કેસ, 151નાં મોતથી હાહાકાર

Pravin Makwana

લાંચ કેસ : PSI શ્વેતા જાડેજાના બનેવી ભૂગર્ભમાં, આરોપી કેનલ શાહ વિરુદ્ધની તપાસના રેકોર્ડ પોલીસે કર્યો કબ્જે

Nilesh Jethva

સુત્રાપાડામાં 4, જામ ખંભાળિયામાં 6 અને ગીરગઢડામાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ધારીમાં નદીના પ્રવાહમાં તણાતા ખેડૂતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!