GSTV
Home » News » UPમાં પૂજા માટે મેં મોહર્રમ જુલૂસનો સમય જ બદલી નાખ્યો

UPમાં પૂજા માટે મેં મોહર્રમ જુલૂસનો સમય જ બદલી નાખ્યો

Yogi Adityanath Barasat

લોકસભા ચૂંટણીનાં અંતિમ તબક્કા પહેલા બંગાળમાં આરપારની લડાઇ ચાલું છે.  નવ સીટ પર થનારા મતદાન પહેલા ભાજપ પુરેપુરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યુ છે. તો બીજી તરફ ભાજપને રોકવા માટે મમતા બેનરજી પણ કટીબધ્ધ હોય તેવું જણાઇ આવે છે. કોલકાતામાં યુપીનાં સીએમ યોગી આદિત્યનાથની રેલીનું મંચ તોડી દેવાયું છે. જે લોકો મંચ બનાવી રહ્યા છે,તેમની સાથે પણ મારકુટ કરવામાં આવી છે. તેમ છતાં ભાજપ રેલી કરવા માટે તૈયાર છે અને સીએમ યોગી આજે કોલકાતામાં રેલી કરશે. કોલકાતા રેલી પહેલા સીએમ યોગી આદિત્યનાથ બારાસાત રેલીમાં મમતા સરકાર પર જોરદાર આકરા પ્રહારો કર્યા.

India's Divider in Chief

બંગાળનાં બારાસાતમાં યુપી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે,મમતા બેનરજી એક જૂઠ બોલીવા માટે અનેક જૂઠ બોલી રહ્યા છે. મમતા સરકાર રમખાણો કરાવે છે,હવે તેમની અંતિમ તીથી નજીક છે. ટીએમસીનાં ગુંડાઓએ અમિત શાહનાં રોડ-શોમાં જે હુમલો કર્યો,તે મમતા સરકારનું તાબૂત બનશે. તેમને મોઢું છુપાડવાની પણ જગ્યા નહિં મળે.

યુપીનાં નાથ યોગી આદિત્યનાથે કહ્યું કે,ટીએમસી જેને સમર્થન કરી રહી છે. તે મૂર્તિ પૂજામાં માનતા નથી.ટીએમસીનાં ગુડાઓ મૂર્તિઓ ખંડિત કરે છે. તેમણે જ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિમાં તોડ-ફોડ કરી છે. તે લોકો જય શ્રીરામ નારા પર રોક લગાવી રહ્યા છે. આ લોકોને દુર્ગા પૂજા અને સરસ્વતી પૂજા સામે તકલીફ છે. મેં યુપીમાં પૂજાનો સમય ન બદલ્યો પરંતુ મોહર્રમ-તાજીયનાં જુલૂસનો સમય બદલાવી નાંખ્યો હતો.

આજે જ્યારે ખબર પડી કે યોગીનાં સભા સ્ટેજને તોડી પાડવામા આવ્યો છે. આ સાથે જ જણાંવવામાં આવ્યું છે કે યોગીની રેલીઓ રદ્દ થઇ શકે છે. ત્યારબાદ તુરત જ ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિર્દેશ આપ્યો કે ભલે ગમે તે થાય પરંતુ રેલી રદ્દ ન થવી જોઇએ.

up lok sabha candidate list 2019

આજે બંગાળમાં સીએમ યોગી આદિત્યનાથ 3 સભાઓને સંબોધન કરશે. આ સિવાય કોલકાતા ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદ પણ કરશે..બંગાળ રવાના થતા પહેલા યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને મમતા સરકાર પર જોરદાર આકરો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આજે હું બંગાળ આવી રહ્યો છું.તાનાશાહોને ખબર પડે કે રામ આ દેશનાં કણ-કણમાં છે. સ્વતંત્રતા આ દેશની જીવનશક્તિ છે.

મહત્વવું છે કે આજે બંગાળમાં પીએમ મોદીની પણ બે સભાઓ થવાની છે. પીએમ મોદી આજે બસીરહાટ અને ડાયમંડ હાર્બરમાં જનસભા સંબોધિત કરશે.

READ ALSO

Related posts

પોલીસનું આ તે કેવું રૂપ? ત્રણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યા ચેડા, એટલો માર માર્યો કે થઇ ગયો ગર્ભપાત

Bansari

હેલમેટ કરતાં પણ મોટી મુસીબત PUCની હતી, જેનો રૂપાણી સરકાર આ રીતે લઈ આવી ઉકેલ

Mayur

ગુજરાતના વાહનચાલકો માટે સરકારે આપ્યા ખુશીના સમાચાર, હવે આ તારીખ સુધી દંડ નહીં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!