GSTV
Home » News » મોહન કુંડારીયાનું રિપોર્ટ કાર્ડ : રાજકીય અખાડામાં જૂનો પહેલવાન કેટલો ફાયદો કરાવશે

મોહન કુંડારીયાનું રિપોર્ટ કાર્ડ : રાજકીય અખાડામાં જૂનો પહેલવાન કેટલો ફાયદો કરાવશે

Mohanbhai Kundariya

રાજકોટમાં મોહન કુંડારીયાને ભાજપે રીપિટ કર્યા છે. મોદી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા કુંડારીયા પર ભાજપે ફરી વિશ્વાસ મૂક્યો છે. ત્યારે જોઇએ ગત ટર્મમાં કુંડારીયની સાંસદ તરીકે કેવી કામગીરી રહી. ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક પર ર૦૦૯માં કોંગ્રેસે બાવળીયાને મેદાનમાં ઉતારી કબજે કરતા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો હતો. ર૦૧૪માં મોદીએ આ બેઠક ફરી અંકે કરવા રાજકીય અખાડાના જૂના પહેલવાન કુંડારીયાને મેદાને ઉતાર્યા અને વિશ્વાસ પણ ખરો ઉતાર્યો. ગત પાંચ વરસની ટર્મ દરમિયાન કુંડારીયાની સંસદમાં કામગીરી પર નજર કરીએ તો..

નેતાજીનો હિસાબ

  • સંસદમાં કુંડારિયાની 93 ટકા હાજરી
  • સંસદમાં 259 જેટલા સવાલો પૂછયા
  • કુંડારિયાએ સંસદમાં 16 વાર ચર્ચામાં ભાગ લીધો

કેટલા ગ્રાન્ટ વાપરી?

  • કેન્દ્ર સરકારે 22.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા
  • વ્યાજ સાથે 24.50 કરોડ રૂપિયા વાપરવા યોગ્ય મળ્યા
  • કુંડારિયા વારા 23.29 કરોડ રૂપિયાનાં કામોની ભલામણ કરી
  • ભલામણ સામે 21.96 કરોડ રૂપિયા મંજૂર થયા
  • સાંસદે ગ્રાન્ટમાંથી 19.19 કરોડ એટલે કે 83.51 ટકા ઉપયોગ કર્યો

આ વખતની ચૂંટણીમાં ભાજપ હવે વધુ મજબૂત બન્યુ છે. કેમ કે આ બેઠક પર કોળી મતદારો પર પ્રભુત્વ ધરાવનારા કુંવરજી બાવળીયા ભાજપમા આવી ચૂક્યા છે. પાટીદારો બાદ હવે કોળી મતદારોને પણ ભાજપે પોતાની તરફ ખેંચી લીધા છે. આવામાં કુંડારીયા સામે કોંગ્રેસ માટે આ બેઠક પડકાર સમાન બની રહેશે.

READ ALSO

Related posts

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનો લીધો ઉધડો,કહ્યું કેરી…

Path Shah

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva