GSTV
Home » News » નાનુભાઈ મોહનભાઈ બોલુ મને મત જોઈએ : સાંભળો મોહન કુંડારિયાનો AUDIO

નાનુભાઈ મોહનભાઈ બોલુ મને મત જોઈએ : સાંભળો મોહન કુંડારિયાનો AUDIO

mohan kundariya audio clip

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય નાનુભાઇ ડોડીયાને મંડળી બંધ કરાવી દેવાની ધમકી આપી. મોહન કુંડાળીયાએ કહ્યું કે 75 ટકા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દઈશ. મોહન કુંડારીયાની આ ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે. 

મોહન કુંડારિયા : નાનુભાઈ મોહનભાઈ બોલું

નાનુ ડોડિયા : બોલો

મોહન કુંડારિયા : મને 70-75 ટકા મત જોઈએ

નાનું ડોડિયા : હવે એમાં જોવું પડશે સાહેબ હું તો

મોહન કુંડારિયા : મને સાંભળો નાનુભાઈ… તમે અમારી સાથે રહેવાના.. 70 ટકા મત કાઢો તો ભલે નહીં તો મંડળી બંડળી બધું વહી જશે

નાનું ડોડિયા : એ તો તમે દાટી આપતા જ નહીં સાહેબ… દાટી મારો મા… તમે કહેતા હોવ તો રાજીનામું દઈ દઉં, હું જિલ્લા પંચાયતનો સભ્ય છું સાહેબ કોંગ્રેસનો… તમે પ્રેમથી વાત કરો… બાકી દાટી જો તમે કહેતા હોવ તો.. તમે વ્યવસ્થિત વાત કરો…

શું કહ્યું લલિત કથગરાએ

તો રાજકોટમાં મોહન કુંડારીયાએ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય નાનુ ડોડિયાને આપેલી ધમકી મામલે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસના સભ્યોને આ પ્રકારે દબાવવામાં આવતા હોય તો ભાજપના સભ્યોની શુ હાલત હશે.

આ તો ષડયંત્ર છે

જીએસટીવી સાથેની ટેલિફોનિક વાતચીતમાં મોહન કુંડારિયાએ આ ઓડિયો ક્લીપને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું છે. ત્યારે મોહન કુંડારીયા પર જેમણે ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે તે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય નાનુભાઇ ડોડીયા સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાત કરી.

READ ALSO

Related posts

મગફળી બાદ તુવેર કૌભાંડની આશંકા, વીડિયો વાયરલ થતા સરકારની ઉંઘ હરામ

Riyaz Parmar

હોટ ફિગરમાં જેનું નામ મોખરે છે એ અભિનેત્રીએ શેર કર્યો બાથરૂમનો VIDEO, જોઈને તમને એક પ્રશ્ન જરૂર થશે

Alpesh karena

અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપનાં પ્રમુખે કરાવ્યું બોગસ વોટિંગ, video થયો વાયરલ

Alpesh karena