GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

અયોધ્યા ભૂમિ વિવાદ: ચૂકાદા પહેલા મોહન ભાગવતે આપી પ્રતિક્રિયા, લોકોને શાંતિ જાળવવા કરી અપીલ

અયોધ્યાના ઐતિહાસિક રામ જન્મભૂમી અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચ ચુકાદો જાહેર કરવાની છે. સીજેઆઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ રેકોર્ડ 40 દિવસ સુધી સુનાવણી કરી હતી. જસ્ટિસ રંજન ગોગોઈ કે જે  દેશના વર્તમાન ચીફ જસ્ટિસ છે. તેમનો કાર્યકાળ 17 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. તેઓ 3 ઓક્ટોબર, 2018ના રોજ ચિફ જસ્ટિસ બન્યા હતા. જસ્ટિસ બોબડે સીજેઆઈ ગોગોઈની નિવૃત્તિ બાદ તેમનું સ્થાન લેશે. સુપ્રીમ કોર્ટ પહેલા તેઓ બોમ્બે હાઈકોર્ટ અને એમપી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ અશોક ભૂષણ પણ ખંડપીઠમાં સામેલ છે. તેમનો કાર્યકાળ 4 જૂલાઈ 2021ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટીસ એસ.અબ્દુલ નજીર પણ પાંચ જજોની ટીમમાં સામેલ છે.

નીતિન ગડકરીએ લોકોને શાંતિ જાળવવા કરી અપીલ

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ અયોધ્યા કેસના ચૂકાદા પહેલા લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યુ કે, આપણે ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાને તમામ લોકોને જવાબદારી સાથે સ્વીકારવો જોઈએ.

મોહન ભાગવતે આપી પ્રતિક્રિયા

અયોધ્યા કેસના ચૂકાદા પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે પ્રતિક્રિયા આપી. તેમણે નાગપુર એરપોર્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, લોકોએ શાંતિ જાણવી રાખવી જોઈએ. આ પ્રકારનું નિવેદન આપ્યા બાદ તેઓ રવાના થઈ ગયા હતા.

ઉત્તરપ્રદેશ પોલીસ વડા ઓ.પી.સિંહે કહ્યું કે…

અયોધ્યા કેસ પર ચુકાદાને લઈ ઉત્તરપ્રદેશ પોલીસ વડા ઓ.પી.સિંહે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. તો સાથે જ તેમણે શાંતિ જાળવી રાખવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.

હિંદુ મહાસભાના વકીલ કરૂણેશ શુકલાએ પ્રતિક્રિયા આપી

અયોધ્યા કેસના ચૂકાદા પહેલા હિંદુ મહાસભાના વકીલ કરૂણેશ શુકલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે, હિંદુ મહાસભાએ તમામ દલીલ તથ્યો સાથે રજૂ કરી છે. હવે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર સૌ કોઈની નજર છે.

Read Also

Related posts

સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ કેરળ વિમાન ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી, કહ્યું: “સારું થયું આગ ન લાગી”

pratik shah

કેરળ: કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 થયો, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

pratik shah

રિયા ચક્રવર્તીની કૉલ ડિટેલ્સ આવી સામે, સુશાંત કે મહેશ ભટ્ટ નહીં આ વ્યક્તિને કર્યા છે વારંવાર ફોન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!