GSTV

આઝાદી પછીથી જ સાવરકરને બદનામ કરવાનું અભિયાન મોટાપાયે ચલાવાયું, આગલો નંબર વિવેકાનંદનો- મોહન ભાગવત

Last Updated on October 12, 2021 by Zainul Ansari

સંઘ પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન વીર સાવરકર સાથે જોડાયેલા ફેક્ટ્સ પર વાતો કરી હતી. મોહન ભાગવતે કહ્યું કે, ભારતમાં આજના સમયે સાવરકર વિશે વાસ્તિવક માહિતીઓનો અભાવ છે. આ એક સમસ્યા છે. વીર સાવરકરને બદમામ કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દેશની આઝાદી બાદ મોટાપાયે ચલાવવામાં આવ્યું.

mohan bhagwat

વીર સાવરકર પર લખવામા આવેલા પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સંઘ પ્રમુખે જણાવ્યું કે વીર સાવરકર મુદ્દે આ પુસ્તકોથી માહિતી મેળવી શકાય છે. વીર સાવરકરને બદનામ કરવાનું અભિયાન ચલાવ્યા બાદ એવું બને કે, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી અને યોગી અરવિંદને બદનામ કરવાનો નંબર આવે. કારણ કે, સાવરકર આ ત્રણેયના વિચારોથી પ્રભાવિત હતા.

મોહન ભાગવતે જણાવ્યું કે આપણી પૂજા વિધિ અલગ-અલગ છે, પરંતુ પૂર્વજ એક છે. તેમણે જણાવ્યું કે ભાગલા પછી પાકિસ્તાન જનારા લોકોને ત્યા પ્રતિષ્ઠા નથી મળી. હિંદુત્વ એક જ છે જે સનાતન છે. તેમણે જણાવ્યું કે આપણી જાણીએ છીએ કે હવે 75 વર્ષ પછી હિંદુત્વને ભાર આપીને બોલવાની જરૂર છે. સાવરકરે જણાવ્યું હતું કે કોઇનું તુષ્ટિકરણ ન થવું જોઇએ.

મોહન ભાગવતે જણાવ્યું કે સર સૈયદ અહમદ ખાનને જ્યારે આર્ય મહાસભા તરફથી સ્વાગત કરાયું અને જ્યારે સંબોધનમાં કહેવામાં આવ્યું કે તેઓ પહેલા મુસ્લિમ બેરિસ્ટર છે, ત્યારે તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે શું હું અલગ છું. તેમણે જણાવ્યું કે મને ખૂબ જ દુ:ખ થયું કે આપણા માટે અલગ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો.મે ઇસ્લામમાંથી પૂજા લીધી છે, તો શું થયું હું ભારત માતાનું પુત્ર નથી?

Read Also

Related posts

50 હજાર રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, 5 લાખ સુધી થશે કમાણી; સરકાર આપશે 40% સબસિડી

Damini Patel

મહામારી/ આ છે Omicron Variantના 3 સૌથી મોટા લક્ષણો, કોરોનાના અન્ય સ્ટ્રેનથી બિલકુલ અલગ

Bansari

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!