GSTV

ફેક બંધારણના વિવાદ વચ્ચે મોહન ભાગવતે બંધારણ મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન

આરએસએસના વડા મોહન ભાગવતના નામે ફરતા થયેલા ફેક બંધારણના વિવાદ વચ્ચે મોહન ભાગવતે બંધારણ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. બરેલીની રુહેલખંડ યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાનને સંબોધિત કરતા મોહન ભાગવતે બંધારણ તેમજ હિન્દુત્વ સહિત અનેક મુદ્દે ખુલીને વાત કરી. મોહન ભાગવતે જણાવ્યું કે બંધારણ કહે છે કે આપણે ભાવનાત્મક એકીકરણ લાવવાના પ્રયાસો કરવા જોઇએ. પરંતુ એ ભાવના એ છે કે આ દેશ આપણો છે.

આપણી વિવિધતા છતાં એકસાથે રહેવું પડશે

આપણે આપણા મહાન પૂર્વજોના વંશજ છીએ અને આપણને આપણી વિવિધતા છતાં એકસાથે રહેવું પડશે. આ બાબતને જ અમે હિન્દુત્વ કહીએ છીએ. તેમણે કહ્યું કે જ્યારે આરએસએસના કાર્યકર્તાઓ કહે છે કે આ દેશ હિન્દુઓનો છે અને 130 કરોડ લોકો હિન્દુ છે તો તેનો મતલબ એ નથી કે અમે કોઇ ધર્મ. ભાષા કે જાતિને બદલવા માંગીએ છીએ. મોહન ભાગવતે કહ્યું કે અમે બંધારણથી અલગ કોઇ સત્તાનું કેન્દ્ર નથી ઇચ્છતા. અમારા માટે બંધારણ જ સર્વોપરી છે અને અમે બંધારણ પર જ વિશ્વાસ કરીએ છીએ.

READ ALSO

Related posts

કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારને ESIC ત્રણ મહિના સુધી અડધો પગાર આપશે, ઓનલાઈન કરી શકો છો અરજી

Nilesh Jethva

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ 24.06 કરોડની સહાય ચૂકવવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!