GSTV
Home » News » ‘આ તો બિરિયાનીનો કમાલ છે…’ ઇશાંત શર્માએ માગી બૉલીંગ ટિપ્સ તો શમીએ આપ્યો જબરદસ્ત જવાબ

‘આ તો બિરિયાનીનો કમાલ છે…’ ઇશાંત શર્માએ માગી બૉલીંગ ટિપ્સ તો શમીએ આપ્યો જબરદસ્ત જવાબ

ભારતીય ફાસ્ટ બોલીંગ આ સમયે વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલીંગ આક્રમણમાંથી એક ગણવામાં આવે છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી તેની આગેવાની કરી રહ્યો છે. શમીએ સાઉથ આફ્રીકાની સીરીઝમાં પણ દમદાર પ્રદર્શન કર્યુ હતું અને બાંગ્લાદેશ સામે હોલકર સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ તેણે કુલ સાત વિકેટ લીધી.

મેચ બાદ હર્ષા ભોગલે સાથે વાત કરતાં ઇશાંત શર્માએ કહ્યું કે આ સમયે શમી જે કરી રહ્યો છે ,તેના પર વિકાટ લીધી. ઇશાંત શર્માએ કહ્યું કે શમી ક્યાંય ગણ બોલ નાંખીને વિકેટ લઇ શકે છે.

ઇશાંતે મજાકમાં હસતા- હસતા કહ્યું કે, હું શમીને પૂછુ છું કે તે એવું શું કરી રહ્યો છે, જ્યારે પેડ પર લગે તો આઉટ કરી દે છે, બેટ્સમેન પુલ મારે છે તો આઉટ થઇ જાય છે. હું તેને પુછી રહ્યો છું કે એવું શું કરી રહ્યો છે, અમને પણ જણાવી દે અમે તો બીટ કરી-કરીને પરેશાન છીએ. એવી કઇ વસ્તુ તુ કરે છે.

ઇશાંતની આ મજાક પર શમીએ કહ્યું કે, મારા મગજમાં રહે છે કે હું કોચ અને કેપ્ટન તરફથી ફ્રી છું. બાકી તમે લોકો છો જે મને ફ્રી રહેવા દો છો અને વધુ વિચારવા નથી દેતા. જે ટેસ્ટ મેચમાં કરવું જોઇએ તે જ કરી રહ્યો છું, તમે લોકો મારુ કામ સરળ બનાવી દો છો.

તેના પર ઇશાંતે કહ્યું કે, અમે પણ તે જ કરીએ છીએ. અમે પૂછી કંઇક બીજુ રહ્યાં છીએ અને તમે કહી કંઇક બીજુ રહ્યાં છો. અમે પણ સારા એરિયામાં નાંખી રહ્યાં છીએ પરંતુ તમે મારો છો પેડ પર તો નીચે લાગી જાય છે. અમે મારીએ તો મિસ થઇ જાય છે. આવું શા માટે? શમીએ હસતાં કહ્યું કે, લોકોએ કહ્યું કે બિરિયાનીનો કમાલ છે અને આ ઉપરાંત મારા પર અલ્લાહના કરમ છે.

જણાવી દઇએ કે પહેલી મેચને જીતી બે મેચની સીરીઝમાં ભારતે 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી મેચ 22થી 26 નવેમ્બર વચ્ચે કલકત્તાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે જે બંને ટીમોની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!