GSTV
Home » News » ક્રિકેટમાં ST/SC આરક્ષણ પર ભડક્યો: મોહમ્મદ કૈફ

ક્રિકેટમાં ST/SC આરક્ષણ પર ભડક્યો: મોહમ્મદ કૈફ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. હાલમાં એક વેબસાઈટમાં લખવામાં આવેલા એક આર્ટિકલના લીધે તેવો ખુબ જ નારાજ થયો છે અને તેણે મીડિયા પર જ સવાલો ઉભા કરી દીધા છે.

વેબસાઈટ પર ભારતીય ક્રિકેટમાં આરક્ષણ અને જાતિગત ભેદભાવને લઈને એક આર્ટિકલ છપાયો હતો. આ આર્ટિકલમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ક્રિકેટર્સ અને ભારતીય ક્રિકેટમાં તેમની પસંદગીની વાત લખવામાં આવી હતી. તેથી ક્રિકેટર મોહમ્મદ કૈફ આરક્ષણ પર ભડક્યો છે.

આ આર્ટિકલ પર કૈફ નારાજ થયો હતાં અને તેમણે કૈફે ટ્વીટ કરતા લખ્યું હતું કે, કેટલા પ્રાઈમ ટાઈમ જર્નાલિસ્ટ એસી અથવા એસટીના છે. તમારી સંસ્થામાં કેટલાં સિનીયર એડિટર ST/SCના છે. મોહમ્મદ કૈફે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર રમત-ગમત એક એવું ક્ષેત્ર છે જ્યાં જાતિની બધી જ બધાઓને તોડે છે. જ્યાં ખેલાડીઓ એકજૂથ થઈને રમે છે. પરંતુ આપનું પત્રકારત્વ નફરત ફેલાવે છે.

આર્ટિકલ મુજબ ટેસ્ટ સ્ટેટ્સ મેળવવા માટે 86 વર્ષમાં ભારતીય ક્રિકેટમાં 290 ખેલાડીઓમાં ફકત 4 ખેલાડી જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે.

Related posts

વર્લ્ડ કપ પછી ભારતને ત્રીજો ઝટકો, ધવન-ભુવી પછી આ ખોલાડી પણ મેચની બહાર

Kaushik Bavishi

ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ

Bansari

વિશ્વ કપમાંથી બહાર થયેલાં શિખર ધવન માટે ગૌતમે લખ્યો “ગંભીર” સંદેશ, ફેન્સને કરી આ અપીલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!