GSTV

આ દિગ્ગજનો મોટો ખુલાસો, આ કારણથી દિલ્હીની કેપિટલ્સ વિજયના રથ પર સવાર છે

Last Updated on October 20, 2020 by Mansi Patel

આઈપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ મોહમ્મદ કૈફે કહ્યું છે કે તેમની ટીમ હાલની 13મી સિઝનમાં સારો દેખાવ કરી રહી છે અને દરેક મેચમાંથી બે પોઇન્ટ મેળવવા તે તેમની ટીમનું લક્ષ્ય છે. દિલ્હી કેપિટલ્સ આઈપીએલ-13માં સાત વિજય અને બે પરાજય સાથે નવ મેચમાંથી 14 પોઇન્ટ મેળવીને પ્રથમ ક્રમે છે. ટીમે તેની આગામી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે આજે રમવાની છે.

મોહમ્મદ કૈફે કહ્યું કે, ‘અમે ખુશ છીએ કારણ કે પ્રથમ મેચમાં અમે રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો જ્યારે બીજી મેચમાં અમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા હતા. અમે 160નું લક્ષ્ય હાંસલ કરી શક્યા ન હતા. પરંતુ અમે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સારું પ્રદર્શન કર્યું કારણ કે તે લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ હતું.’

તેણે વધુમાં કહ્યું, ‘અમે આ ટુર્નામેન્ટમાં લક્ષ્યાંક હાંસલ કરવામાં અસમર્થ હતા. અમે રનનો બચાવ કરનારી ટીમની જેમ હતા. અમારા બોલરોએ અત્યાર સુધી શાનદાર કામગીરી કરી છે, પરંતુ શિખર ધવન જે રીતે બેટ વડે પ્રદર્શન કરે છે તે જોઈને ખૂબ જ આંનદ થઇ રહ્યો છે.’

આ સિઝન અત્યાર સુધી દિલ્હી માટે લાજવાબ રહી છે, પરંતુ ટીમના કોચ રિકી પોન્ટિંગનું કહેવું છે કે તેમની ટીમે હજી સુધી તેમનું શ્રેષ્ઠ ક્રિકેટ રમ્યા નથી. તેનો ફક્ત એટલો જ અર્થ છે કે ટીમ વધુ સારું કરવા માગે છે, જેની ઝલક તેમના પ્રદર્શનમાં જોવા મળે છે.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!