20,000 ગીતો ગાનારા બૉલીવુડના સુપરહિટ સિંગરનું અવસાન, નામ કદાચ તમે નહીં જાણતા હોવ

બૉલીવુડના જાણીતા સિંગર મોહમ્મદ અઝીઝનું આજે અવસાન થયું. મંગળવારે સાંજે તેમને હાર્ટ ઍટેકને કારણે નિધન થઈ ગયું છે. તે એક શો કરવા માટે ગઈ રાતે કોલકતા ગયા હતાં. ત્યાંથી આજે લગભગ સાંજે 4 મુંબઈ પહોંચ્યા હતાં. ઍરપોર્ટથી ઘરે જતી વખતે તેમને બેચેની થવા લાગી હતી. તેમનો ડ્રાઈવર તેમને હોસ્પિટલ લઈ ગયો અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં.
અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ અઝીઝે અગણિત સુપરહીટ ગીતો ગાયા છે. જેમાંથી ગોવિંદા-નીલમનું ફિલ્મ ખુદગર્ઝનું ‘મય સે મીના સે ના સાકી સે’ સૉન્ગ જબરદસ્ત સુપરહિટ થયું હતું. આ સૉન્ગ પર જ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા ડબ્બુ અંકલનો ડાન્સ પણ વાયરલ થયો હતો.
મોહમ્મદ અઝીઝને પ્રેમથી મુન્ના કહેતાં હતાં અને તેમનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો અને ઉછેર પણ.
અઝીઝ મોહમ્મદ રફીના ગીતોના બહુ મોટાં ફેન હતાં અને કરિયરમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે લોકો તેમને રફીસાહેબના ઉત્તરાધિકારી કહેવા લાગ્યાં હતાં.
બાળપણથી જ તેમણે ગાવાનું શરૂ કરી દીધું હતું. પોતાનું સપનું પૂરું કરવા તે 1984માં મુંબઈ આવ્યાં હતાં. તેમની પહેલી ફિલ્મ (અંબર) એ જ વર્ષે રિલીઝ થઈ હતી.
તેમને સૌથી મોટો બ્રેક ત્યારે મળ્યો જ્યારે અનુ મલિકે અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ મર્દમાં ‘મર્દ તાંગેવાલા’ ગીત આપ્યું હતું. આ ખૂબ હિટ થયું હતું. ત્યારે બાદ તેમને પાછું વળીને જોવું પડ્યું ન હતું. તેમણે દરેક સફળ કમ્પોઝર માટે ગાયું હતું. લક્ષ્મીકાંત પ્યારેલાલે પણ તેમને ઘણી ફિલ્મોમાં તક આપી હતી.
જ્યારે લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડી ઉતરવા લાગી તો તેમનું કરિયર પણ ઉતરવા લાગ્યું. અને ત્યારે મ્યુઝિક ડાયરેક્ટર હવે ઉદિત નારાયણ અને કુમાર સાનુ જેવા નવા ગાયકોને લેવા લાગ્યાં હતાં.
માનવામાં આવે છે અલગ અલગ ભાષાઓમાં મોહમ્મદ અઝીઝે લગભગ 20,000 ગીતો ગાયા હતાં. તેમાંથી આપ કે આ જાને સે, ઇમલી કા બૂટા બેરી કા પેડ, કાગઝ કલમ દવાત લા, દિલ દિયા હૈ જાં ભી દેગે એ વતન તેરે લિયે, મેરે દો અનમોલ રતન, તુજે રબને બનાયા હોગા જેવા કેટલાંય યાદગાર ગીતો ગાયા છે.
મોહમ્મદ અઝીઝને અલવિદા !!
READ ALSO:
- હાર્દિક પંડ્યા સાથે લગ્નને લઇને એલી અવરામનુ મોટું નિવેદન, કર્યો સૌથી મોટો ખુલાસો
- આ છે સની લિયોનીના Hot ફીગરનું રાજ
- પુલવામા ઘટના બાદ આ એક્ટ્રેસ થઈ ગુસ્સે, કહ્યું સર્જીકલ સ્ટ્રાઈક-2 કરવામાં આવે
- ટોપલેસ ફોટોશુટ કરીને આ હિરોઇનને મચાવ્યો હતો હંગામો, આ એક ખરાબ આદતે કરિયર બરબાદ કરી દીધુ
- ખૂબ જ હૉટ દેખાય છે અનન્યા પાંડે, જુઓ અભિનેત્રીની sizzling તસ્વીરો