GSTV

ભૂલ ભારે પડી/ પૂર્વ ભારતીય ક્રિકેટર મહોમંદ અઝહરુદ્દીનને મોટો ઝટકો, આ અધ્યક્ષ પદ પરથી હટાવી દેવાયા

Last Updated on June 17, 2021 by Vishvesh Dave

પૂર્વ ભારતીય ક્રિકેટર મહોમંદ અઝહરુદ્દીનને મોટો ઝાટકો લાગ્યો છે. અઝહરને હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એસોસિએશનની મેનેજિંગ કમિટીએ એક દિવસ પહેલા અઝહરને કારણ દર્શક નોટિસ ફટકારી હતી અ્ને તેમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી તેમની સામેના ભ્રષ્ટાચારના મામલાની તપાસ પૂરી નથી થતી ત્યાં સુધી તેઓ સસ્પેન્ડેડ રહેશે. સાથે સાથે તેમનું સભ્યપદ પણ રદ કરી દેવામાં આવ્યું છે.

નોટિસમાં તેમના પર મનમાની કરવાના, પોતાના હિતોના ટકરાવ અંગે જાણકારી નહીં આપવાના તેમજ ભ્રષ્ટાચારના પણ આરોપ મુકવામાં આવ્યા છે. સાથે સાથે કહેવામાં આવ્યું છે કે, તમારી સામે સભ્યોની ફરિયાદો આવી હતી. તેના પર વિચાર કર્યા બાદ હવે તમને નોટિસ ફટકારવામાં આવી છે. તમે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જ્યાં સુધી આરોપોની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તમારું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે.

અઝહરુદ્દીનને 2019માં એચસીએના પ્રમુખ બનાવાયા હતા. એ પછી તેઓ સતત વિવાદોમાં રહ્યા છે. હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિસેશનનો આક્ષેપ છે કે, અઝહરે દુબઈની ખાનગી ક્રિકેટ ક્લબના સભ્ય હોવાનો ખુલાસો કર્યો નહોતો. આ ક્લબ જે ટુર્નામેન્ટમાં ભાગ લે છે તેને ભારતના ક્રિકેટ બોર્ડે માન્યતા આપી નથી.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અઝહરે ટેસ્ટમાં 22 અને વન ડે માં સાત સદીઓ ફટકારી છે. 2000ની સાલમાં તેમનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું હતું અને તેમના પર લાઈફ ટાઈમ બેન મુકાયો હતો. જોકે, 2021માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ બેન હટાવ્યો હતો પણ ત્યાં સુધીમાં અઝહરનું ક્રિકેટ કેરિયર ખતમ થઈ ચુકયું હતું.

LAST READ

Related posts

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!