GSTV
Gujarat Government Advertisement

રાજકારણ/ યોગી અને મોદી વચ્ચે મનભેદનું કારણ ઉત્તર પ્રદેશના ભાગલા, સરકાર ચૂંટણી પહેલાં અલગ પૂર્વાંચલ બનાવવાના મૂડમાં

Last Updated on June 11, 2021 by pratik shah

ઉત્તર પ્રદેશ ભાજપમાં સ્થાનિક નેતાઓમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અંગે અસંતોષ વચ્ચે યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે તંગદિલી સર્જાઈ હોવાના અહેવાલો છે. આવા સમયમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણિતા બ્રાહ્મણ પરિવારના કોંગ્રેસી નેતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયાના બીજા દિવસે યોગી આદિત્યનાથ બે દિવસની મુલાકાતે દિલ્હી આવી પહોંચ્યા છે. યોગી આદિત્યનાથે ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી જ્યારે તેઓ શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને બપોરે પક્ષપ્રમુખ જેપી નડ્ડાને મળશે તેવી સંભાવનાઓ છે. સૂત્રોનું માનીએ તો ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં ભાજપ નેતૃત્વ 2 ભાગલા કરવા માગે છે. જેમાં અલગ પૂર્વોચલ રાજ્ય બનશે. પ્રધાનમંત્રીના નજીકના એ કે શર્માને ઉત્તર પ્રદેશ મોકલી એમએલસી બનાવવાનું આ પણ એક કારણ છે. જો પૂર્વાચલ બને તો ગોરખપુર નવા રાજ્યમાં જશે. જે યોગીનો ગઢ છે.

યોગી 1998થી 2017 સુધી અહીંના સાંસદ

યોગી 1998થી 2017 સુધી અહીંના સાંસદ છે. યોગી રક્ષાપીઠના મહંત પણ છે. પૂર્વાચલમાં 23માંથી 25 જિલ્લા અને 125 વિધાનસભાની બેઠકો આવે છે. આ માટે યોગી સહમત નથી. આ પહેલાં યોગી સરકારે પૂર્વેાચલના વિકાસ માટે 28 જિલ્લાઓ અલગ કર્યા હતા. પૂર્વોચલ જીતવાળા જ યુપીની સત્તા હાંસલ કરે છે. 27 વર્ષમાં એ નક્કી છે પૂર્વાચલની પ્રજા ક્યારેક એક પાર્ટી સાથે રહેતી નથી. 2017માં 27 વર્ષ બાદ ભાજપને પ્રચંડ બહુમત મળ્યો હોવા છતાં 10 જિલ્લામાં ભાજપનો દબદબો નથી. 1991માં ભાજપ પહેલીવાર રામ મંદિરના દબદબામાં જીતી ત્યારે 221 સીટો મેળવી હતી. જેમાં પૂર્વોચલના 28 જિલ્લાની 152માંથી 82 સીટો પર ભાજપની જીત થઈ હતી. 1919 બાજ ભાજપને પૂર્વોચલની 28 જિલ્લાની 164 સીટોમાંથી 115 સીટો મળી છે. જે ભાજપનો અત્યારસુધીનો રેકોર્ડ છે.

યોગી આદિત્યનાથ વિરુદ્ધ અસંતોષ હોવાના સમાચારો આવ્યા

ઉત્તર પ્રદેશ ભાજપમાં અનેક નેતાઓમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ અસંતોષ હોવાના સમાચારો આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીનો સામનો કરવામાં યોગી આદિત્યનાથે યોગ્ય કામગીરી નહીં કરી હોવાની આ નેતાઓની ફરિયાદ છે. વધુમાં મોદીની નજીકના ગુજરાત કેડરના ભૂતપૂર્વ અધિકારી એકે શર્માના ઉત્તર પ્રદેશના રાજકારણમાં પ્રવેશથી રાજ્યમાં બ્રાહ્મણોનું પ્રભુત્વ વધશે તેવા અહેવાલો વચ્ચે યોગી આદિત્યનાથની અમિત શાહ સાથેની મુલાકાત ઘણી જ મહત્વની છે.

રાજ્યમાં બ્રાહ્મણોનું એક જૂથ યોગી સરકારને ઠાકુર તરફી માને છે

યોગી આદિત્યનાથી દિલ્હી મુલાકાતનું એક વિશેષ કારણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અગ્રણી નેતા જિતિન પ્રસાદ હોવાનું પણ કહેવાય છે. જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મોટો બ્રાહ્મણ ચહેરો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપને રીસેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. રાજ્યમાં બ્રાહ્મણોનું એક જૂથ યોગી સરકારને ઠાકુર તરફી માને છે. એવામાં ભાજપ બ્રાહ્મણ ચહેરા પર ભાર મૂકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

યોગી આદિત્યનાથે ગુરુવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી

રાજ્યમાં કેટલાક મોટા પરિવર્તનોની અટકળો વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી, જે લગભગ દોઢ કલાક ચાલી હતી. બીજીબાજુ મીડિયા રિપોર્ટસ મુજબ આ જ સમયમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. એક પછી એક આ મુલાકાતોને ઉત્તર પ્રદેશ સાથે જોડવામાં આવી રહી છે.

ભાજપ પ્રમુખ સ્વતંત્રદેવ સિંહ અને સંગઠનના મહામંત્રી સુનિલ બંસલ સાથે પણ બેઠક કરી

ભાજપનું કહેવું છે કે મુખ્યમંત્રી યોગી ઉત્તર પ્રદેશની કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. જોકે, ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં સંગઠનમાં ફેરફાર અને કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. દિલ્હી જતા પહેલાં યોગી આદિત્યનાથે બુધવારે ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ સ્વતંત્રદેવ સિંહ અને સંગઠનના મહામંત્રી સુનિલ બંસલ સાથે પણ બેઠક કરી હતી. છેલ્લા કેટલાક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે તણાવ વધ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

વડાપ્રધાન મોદીના નજીકના માનવામાં આવતા ભૂતપૂર્વ અમલદાર એ. કે. શર્મા ઉત્તર પ્રદેશ આવ્યા હતા. એકે શર્માના ભાજપ પ્રવેશ અને તેમને ઉત્તર પ્રદેશ મોકલાયાના લગભગ છ મહિના થવા છતાં તેમને રાજ્યમાં કોઈ મોટી ભૂમિકા સોંપાઈ ન હોવાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે તંગદિલીના અહેવાલોને બળ મળ્યું છે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહી ગયો હોવાથી ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં બ્રાહ્મણો યોગી સરકારથી નારાજ હોવાના અહેવાલો છે એવામાં રાજ્યના રાજકારણમાં બે બ્રાહ્મણ ચહેરાઓનું પ્રભુત્વ વધી રહ્યું હોવાથી ઠાકુરો તરફી મનાતા યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદી સામે બાથ ભીડી હોવાનું કહેવાય છે. થોડાક સમય પહેલાં પક્ષમાં નેતૃત્વ પરીવર્તનની પણ ચર્ચા શરૂ થઈ હતી. જોકે, ભાજપે આ અટકળોને નકારી કાઢી હતી. કોરોના મહામારીની બીજી લહેરની લોકો પર વ્યાપક અસર થઈ હોવાથી ઉત્તર પ્રદેશ ભાજપ કટોકટીને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં કોરોનાના સંચાલન મુદ્દે અનેક સાંસદો અને ધારાસભ્યોએ જાહેરમાં યોગી સરકારની ટીકા કરી હતી. સાંસદો, ધારાસભ્યો તથા લોકોની નારાજગી દૂર કરી ફરીથી સત્તા હાંસલ કરવા માટે ભાજપ અત્યારથી જ કામે લાગી ગયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં પાંચ દિવસ વરસશે ભારે વરસાદ: ખેડૂતોમાં જોવા મળી ખુશી

pratik shah

સમગ્ર વિશ્વમાં 40 લાખથી પણ વધુ લોકોને ભરખી ગયો ઘાતક વાયરસ, એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

pratik shah

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!