GSTV
Home » News » વડાપ્રધાન તરીકે પુનરાગમનમાં મોદીનું વિઝન અને વિઝડમ બન્ને જવાબદાર, ન્યુયોર્કમાં પણ છવાયો મોદી મેજીક

વડાપ્રધાન તરીકે પુનરાગમનમાં મોદીનું વિઝન અને વિઝડમ બન્ને જવાબદાર, ન્યુયોર્કમાં પણ છવાયો મોદી મેજીક

પોતાના પાછલા પંચવાર્ષિક સત્તાકાળ દરમિયાન એક યા બીજા કારણે ચર્ચા, સંવાદ કે વિવાદમાં રહેલા મોદીએ બહુ જ કુશળતાપૂર્વક ભાજપની વોટબેન્કને એક્ષટેન્ડ કરી લીધી છે, જેની પ્રતીતિ પરિણામો પછી હવે ભાજપ સિવાયના તમામ રાજકીય પક્ષોને થઈ છે. મોદીના વડાપ્રધાન તરીકેનાં પુનરાગમનના કારણોમાં એમનું વિઝન અને વિઝડમ બન્ને છે.

વોશિંગ્ટન પોસ્ટ અને ન્યૂયોર્ક ટાઈમ પણ મોદીની જીતને લેન્ડસ્લાઈડ વિક્ટરી કહે છે. તે આ વખતની જીત માત્ર મોદીની જીત નથી, મોદીના કમિટમેન્ટની જીત છે. નરેન્દ્ર મોદીની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો આ વિજય છે. ઘણા લાંબા વરસો પછી ભારતીય પ્રજા આ રાજનેતામાં પોતાના ઉદ્ધારકને જોઈ રહી છે. નરેન્દ્ર મોદીમાં એક વિશિષ્ટ ક્ષમતા એ પણ છે કે તેઓ બહુ આસાન ઉપાયો અજમાવીને વિરોધ પક્ષોને ગેરમાર્ગે દોરી શકે છે. વિરોધ પક્ષોને આડે પાટે ચડાવવા માટે મિસ્ટર મોદીમાં ચાતુર્યપૂર્ણ કૌશલ્ય છે. સ્વપક્ષના પ્રચારની ધૂમ પ્રવૃત્તિ વચ્ચે  પણ તેઓ નિરંતર વિપક્ષોને ઠેબે ચડાવતા રહેવામાં એક્કા સાબિત થયા છે.

Shatrughan Sinha

ચૂંટણીમાં શરૂઆતથી જ એક વાત વહેતી હતી કે મોદી લહેર તો નથી, પરંતુ ગ્રાસરૂટ લેવલ સુધી કોઈ તાગ મેળવી શક્યું ન હતું. જ્યાંથી  સુનામી ઘૂઘવાટા કરતી છૂપાયેલી હતી. એનું કારણ એ છે કે જેને રૂરલ પુઅર કહેવાય એવા બહુ વિરાટ ગ્રામીણ ગરીબ જનસમુદાયને નરેન્દ્ર  મોદીએ પાછલા સત્તાકાળમાં ભાજપની છત્રછાયા હેઠળ આવરી લીધો છે. નાની-મોટી વિવિધ ૨૦૦ જેટલી યોજનાઓના ઘડતર વખતે તેમણે  બહુ જ બારીક રીતે અભ્યાસ કરેલો છે.

Read Also

Related posts

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!