GSTV

પ્રચાર કેમ કરાઈ તે મોદીજીની આગવી આવડતઃ જુઓ 15 ફોટા, આવતીકાલે ગુજરાતમાં છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસ માટે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ સુરતમાં નવા ઈન્ટરનેશનલ એરપોટના ટર્મિનલનું લોકાર્પણ કરશે. પીએમ મોદી 1 હજાર કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરશે. ઉમરા વિસ્તારમાં આવેલા ઈન્ડોર સ્ટેડિયમમાં ન્યુ ઇન્ડિયા યુથ કોન્લેવ કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનના ઈન્ડોર સ્ટેડિયમના કાર્યક્રમ માટે અમેરિકામાં થતાં મેગા- શોની થીમ પર રિવોલ્વિંગ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જ્યાં તેઓ ડોકટર, સીએ, વકીલ સહિતના પ્રોફેશનલ્સને સંબોધશે.

ત્યારે ચૂંટણી પ્રચાર અને સરકારી કાર્યક્રમોમાં એક આગવી રીતે લોકો વચ્ચે પોતાની વાત રાખવાની કળા PM મોદી પાસે છે તેને કોઈ નકારી શકે તેમ નથી. PM મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારેથી જ આ કળામાં માહેર છે તેવુ અનેક વિદ્વાન લોકો પોતાના મુખે કહી ચૂક્યા છે. ગુજરાતમાં CM બન્યા બાદ ચૂંટણી લડ્યા અને જીત્યા, તે બાદ સતત 2007, 2012ની ચૂંટણી પણ જીત મેળવી. ત્યારે આ વર્ષો દરમિયાન નરેન્દ્ર મોદીની કેટલાક ફોટો અહીં તમને જોવા ગમશે.

ફોટોઃ1 પોતાની રેલી પુરી થયા બાદ નરેન્દ્ર મોદી ભાજપના સમર્થક મહિલા સાથે હાથ મીલાવતો ફોટો કેમેરામાં થયો કેદ..

ફોટોઃ2 ગુલાલ અને હારની માળાઓમાં લપટાયેલા નરેન્દ્ર મોદીનો ફોટો

ફોટોઃ3 વર્ષ 1997માં જ્યારે મોદીજી ફરી ગુજરાતમાં આવ્યા ત્યારે ભાજપના સમર્થકોની મોટી ભીડ તેમનું સ્વાગત કરવા પહોંચ્યું હતું. આ ફોટોમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ છે.

ફોટોઃ4 હાલના PM અને ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુનો આ ફોટો વર્ષ 2003નો છે.

ફોટોઃ5 2012માં યુવકોને પોતાની સાથે જોડવા નરેન્દ્ર મોદીએ યુવા વિકાસ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. ફોટોની બાજુમાં હાલના ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને નેતા શંકર ચૌધરી

ફોટોઃ6 2001માં ચૂંટણી પ્રચાર માટે મુસ્લિમ આગેવાનો સાથે નિકળેલા નરેન્દ્ર મોદી

ફોટોઃ7 દેશમાં 2004ની લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન અટલ બિહારી વાજપાયે ગુજરાતમાં હતા તે દરમિયાનનો આ ફોટો

ફોટોઃ8 વર્ષ 2002માં ગુજરાત આવેલા વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ

ફોટોઃ9 RSSના પ્રમુખ રહેલા રજ્જુ ભૈયા અને રાજેન્દ્રસિંહની પાછળ તરફ નરેન્દ્ર મોદી

ફોટોઃ10 સંઘના કાર્યકર તરીકે મોદીજી અનેક વર્ષ કાર્યરત હતા. તે દરમિયાન લોક સંપર્ક અને સંઘના મોટા સ્વયંસેવકો સાથે વાતચીત પણ કરતા હતા.

ફોટોઃ11 આ ફોટો વર્ષ 2008ના વર્ષનો છે. જ્યારે ગુજરાત રંગોત્સવનું આયોજન કચ્છમાં કરવામાં આવ્યું હતુંં

ફોટોઃ12 આ ફોટો વર્ષ 1986ના વર્ષનો છે. જેમાં ભાજપના સમર્થકો સાથે નરેન્દ્ર મોદી

ફોટોઃ13 2002ની નરેન્દ્ર મોદીની પહેલી ચૂંટણીના પ્રચારમાં કાર્યરત

ફોટોઃ14 આ ફોટો સાબરમતી રિવફ્રન્ટ ખાતેનો છે. આજની તારીખે તો રિવરફ્રન્ટ પાસે એકદમ કન્ટ્રક્શન કરી દેવાયું છે. પરંતુ જે સમયે કામગીરી ચાલુ હતી ત્યારે નરેન્દ્ર મોદી તેની મુલાકાતે હતા.

ફોટોઃ15 66માં સ્વાત્રંત દિવસે કાર્યક્રમમાં હાજર રહેલા નરેન્દ્ર મોદીએ યુવાનોને નશાથી દૂર રહેવાનો આપ્યો સંદેશ

Related posts

સુરત મનપા સંચાલિત હોસ્પિટલમાં મહિલાઓ સાથે શારીરિક છેડતી થતા ચકચાર

Nilesh Jethva

અયોધ્યા પર રિવ્યૂ પિટીશન દાખલ કરશે AIMPLB, મસ્જિદ માટે બીજી જમીન ના મંજુર

Kaushik Bavishi

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી હિમસન કંપનીમાં આગ લાગતા મચી અફરાતફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!